એક તરફ રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓના ઓરડાઓના રિપેરીંગના કામો પૂર્ણ થયા છે ત્યારે કેટલાક કામો હજૂ પણ અધૂરા છે. જેની વિગતો વિધાનસભામાં રજૂ થઈ હતી. તેમાં પણ અમદાવાદમાં 43 ઓરડાઓ જર્જરિત હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.
બનાસકાંઠાની 173 સરકારી પ્રાથમિક શાળઓના ઓરડાઓ જર્જરીત
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિધાનસભામાં કર્યો પ્રશ્ન
મેવાણીના પ્રશ્ન પર સરકાર દ્વારા જવાબ રજૂ કરાયો
31 ડીસેમ્બર 2022ની સ્થિતિએ તપાસ કરેલા ઓરડાની સ્થિતિ
શિક્ષણ વિભાગ તરફથી રજૂ કરાયો જવાબ
અમદાવાદની સરકારી પ્રાથમિક શાળાઓના ઓરડાઓની હાલત જર્જરીત હાલતમાં છે. કુલ 43 શાળાઓના ઓરડાઓ જર્જરિત હોવાની વિગતો વિધાનસભામાં સામે આવી હતી. વિધાનસભામાં મેવાણીના સવાલ પર ખુલાસો થયો હતો. સરકારે અમદાવાદ ઉપરાંત મેવાણીના વિધાનસભા જિલ્લામાં આવતી સ્કૂલોમાં પણ ઓરડાઓ સરકારી પ્રાથમિક શાળાઓમાં જર્જરિત હોવાનું સ્વિકાર્યું હતું. અત્યારે બાકી રહેલા ઓરડાઓનું રીપેરીંગનું કામ રાજ્ય સરકાર તરફથી પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ ઓરડાઓની ઘટના કારણે વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલી પડી રહી છે. આ સાથે કેટલીક શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ રાજ્યભરમાં છે ત્યારે અમદાવાદમાં સૌથી વધુ ધટ છે.
બનાસકાંઠાની 173 સરકારી પ્રાથમિક શાળઓના ઓરડાઓ જર્જરીત
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પ્રશ્નોતરી કાળ દરમિયાન શિક્ષણ વિભાગને આ મામલે પ્રશ્ન કર્યો હતો. મેવાણીના પ્રશ્ન પર સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા 31 ડીસેમ્બર 2022ની સ્થિતિએ તપાસ કરેલા ઓરડાની વિગતો સામે આવી હતી. અમદાવાદ ઉપરાંત બનાસકાંઠાની 173 સરકારી પ્રાથમિક શાળઓના ઓરડાઓ જર્જરીત હોવાનું રાજ્ય સરકારે જવાબમાં કહ્યું હતું. તો કેટલીક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ હોવાની વિગતો પણ પ્રશ્નોતરી કાળમાં સામે આવી હતી.
આ જિલ્લાઓમાં શિક્ષકોની છે મોટી ઘટ
ખેડાની ગ્રાન્ટેડ શાળાઓમાં 30 પ્રાથમિક શિક્ષકોની ઘટ
ખેડાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 423 શિક્ષકોની ઘટ
આણંદની ગ્રાન્ટેડ શાળાઓમાં 103 શિક્ષકોની ઘટ

