30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

વિશ્વ: કતારના ભૂતપૂર્વ નાણાપ્રધાન અલ-ઈમાદી મુશ્કેલીમાં! લાંચ અને ઉચાપતના લાગ્યા ગંભીર આરોપ


કતારના પૂર્વ નાણામંત્રી અલી શરીફ અલ-ઈમાદી વિશે રવિવારે એક નવો ખુલાસો સામે આવ્યો છે. અહેવાલો મુજબ, તત્કાલિન નાણામંત્રી તરીકે અલી શરીફ લાંચ અને ઉચાપત સહિતના આરોપોનો સામનો કરી રહ્યા હતા. જણાવી દઈએ કે પૂર્વ નાણામંત્રી પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે.

પૂર્વ મંત્રીની 2021માં ધરપકડ કરવામાં આવી હતી

મીડિયા અહેવાલ મુજબ, પૂર્વ નાણામંત્રી# અલી શરીફ અલ ઈમાદીની મે-2021માં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે આ મામલે બહુ ઓછી માહિતી આપવામાં આવી હતી. ત્યાંની ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો કે ફરિયાદીઓએ આ કેસોમાં અલ-ઈમાદી પર આરોપ મૂક્યો અને કહ્યું કે તે ફોજદારી અદાલતમાં ટ્રાયલનો સામનો કરશે. જો કે, અલ-ઈમાદી પાસે વકીલ છે કે કેમ તે અત્યારે સ્પષ્ટ નથી. રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે પૂર્વ મંત્રી પર કેટલી રકમની ચોરીનો આરોપ છે. અલ-ઈમાદી આરબ અમીરાતમાં પ્રસિદ્ધિ પામ્યા છે.

અનેક હોદ્દા પર સેવાઓ આપી છે

જાણકારી અનુસાર, અલ ઈમાદીની ગણતરી શક્તિશાળી અધિકારીઓની યાદીમાં થાય છે. અલ-ઈમાદીએ કતાર નેશનલ બેંકના ચેરમેન, કતારના સોવરિન વેલ્થ ફંડના બોર્ડમાં અને કતાર એરવેઝના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. લાસ વેગાસ સ્થિત સોવરિન વેલ્થ ફંડ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી પાસે $475 બિલિયનની સંપત્તિ છે. અહીં, કતારે તાજેતરમાં 2022 FIFA વર્લ્ડ કપની યજમાની કરીને અને રાજકીય સુધારાને પ્રોત્સાહન આપીને તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શેખ તમીમે પણ તાજેતરમાં જ કોઈ ખુલાસો કર્યા વિના દેશના વડાપ્રધાન બદલી નાખ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -