30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

આ દેશના યુવાનોને લગ્ન કરવામાં રસ નથી, જાણો કયા રેકોર્ડથી વધી ગયો સરકારનો માથાનો દુખાવો


લગ્ન એ દરેક યુવાન માટે ખુશીની ક્ષણ હોય છે. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં યુવકોને લગ્ન કરવામાં કોઈ રસ નથી. તાજેતરના આંકડા આ વાતની સાક્ષી આપે છે. આ આંકડા ચોંકાવનારા છે. આ દેશ છે દક્ષિણ કોરિયા, જ્યાં ગયા વર્ષે લગ્ન કરનારા લોકોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો. આ આંકડો સરકાર માટે માથાનો દુખાવો વધારનાર છે. સૌથી ઓછો જન્મ દર ધરાવતા દેશમાં આ આંકડા ખૂબ જ ચિંતાજનક છે.

સ્ટેટિસ્ટિક્સ કોરિયા દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ગયા વર્ષે લગભગ 192,000 યુગલોએ લગ્ન કર્યા હતા, જે એક દાયકા અગાઉ 2012ની સરખામણીમાં 40 ટકાનો ઘટાડો છે. તે દરમિયાન ત્રણ લાખ 27 હજાર યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા. સરકારે 1970ના દાયકામાં લગ્નોના રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું હતું. ત્યારથી આ એક વર્ષમાં સૌથી ઓછા લગ્નનો રેકોર્ડ છે.

લગ્નો ઘટવાના કારણો શું છે?

દક્ષિણ કોરિયાની વસ્તી અને લગ્નની સંખ્યા ઘટનાવા પાછળ ઘણા કારણો છે. નિષ્ણાતો કહે છે કે યુવાનો લગ્ન કરવા માંગતા નથી કારણ કે બાળકોનો ઉછેર અને ઘર ખરીદવું એ દક્ષિણ કોરિયાના અતિ-સ્પર્ધાત્મક સમાજમાં મુશ્કેલ કાર્યો છે. જો યુવાનો લગ્ન કરી પણ રહ્યા હોય તો પણ તેઓ બાળકો પેદા કરવા માંગતા નથી, જેના કારણે દક્ષિણ કોરિયા છેલ્લા કેટલાક દાયકાઓથી નીચા જન્મ દરનો સામનો કરી રહ્યું છે.

આ અનોખો રેકોર્ડ દક્ષિણ કોરિયામાં પ્રથમ વખત બન્યો છે 

દક્ષિણ કોરિયામાં પ્રથમ વખત એવું થયું છે કે લગ્ન સમયે પુરૂષોની સરેરાશ ઉંમર 33.7 વર્ષ સુધી પહોંચી ગઈ છે, જે એક રેકોર્ડ ઊંચું સ્તર છે. લગ્ન માટે દુલ્હનોની ઉંમર પણ 31.3 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. લગ્ન માટે પુરુષોની સરેરાશ ઉંમરમાં 1.6 વર્ષ અને સ્ત્રીઓની ઉંમરમાં 1.9 વર્ષ વધારો પણ થયો છે.

નવા આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે દક્ષિણ કોરિયા જન્મ દરમાં સતત ઘટાડા સાથે ઝઝૂમી રહ્યું છે, ગયા વર્ષે માત્ર 249,000 બાળકોનો જન્મ થયો હતો. દર વર્ષે બાળકોના જન્મ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -