35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

સી પ્લેન પાછળ સરકારે 13 કરોડ 15 લાખ ખર્ચ્યા, હવે આ સેવા અત્યારે છે બંધ


સી પ્લેન પાછળ સરકારે અત્યાર સુઘીમાં સરકારે 13 કરોડ 15 લાખ 6,737 રુપિયાનો ખર્ચ કર્યો છે. સી પ્લેનની સેવા 31 ઓક્ટોબર 2020માં શરુ કરાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ વિધાનસભામાં આ મામલે સવાલ કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી આ મામલે જવાબ રજૂ કરાયો હતો.

અમદાવાદથી કેવડીયા સુધી સાબરમતી નદી પર સી પ્લેન બે વખતચાલું થયા બાદ બંધ થયું હતું. અમદાવાદથી કેવડિયા વચ્ચે ચાલતી સી પ્લેન યોજના 10 એપ્રિલ 2021થી બંધ કરવામાં આવી હતી. તે પછી પ્લેન ફરી ક્યારેય ઉડ્યું નહીં. મેન્ટેનન્સમાં ગયેલું પ્લેન પાછું નથી આવ્યું. સરકારે કહ્યું કે સી પ્લેન સેવા પાછળ અત્યાર સુધીમાં 13 કરોડ 15 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ હોવાથી તેના સંચાલન અને જાળવણીમાં સમસ્યાઓ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્નનો નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિત જવાબ આપ્યો હતો.

પ્લેન પાછળ ખર્ચ 

વર્ષ 2021માં પ્લેન પાછળ 4 કરોડ 18 લાખ 96 હજાર 256 રૂપિયાનો ખર્ચ

2022માં 4 કરોડ 90 લાખ 97 હજાર 742 રૂપિયાનો ખર્ચ

હેલિકોપ્ટર

– વર્ષ 2021માં સરકારે હેલિકોપ્ટર પાછળ 4 કરોડ 1 લાખ 41 હજાર 143 રૂપિયાનો ખર્ચ કર્યો

– વર્ષ 2022માં 4 કરોડ 59 લાખ 85 હજાર 543 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

એરો પ્લેન પાછળ થયેલો ખર્ચ

2021માં જેટ એરોપ્લેન પાછળ 11 કરોડ 24 લાખ 11 હજાર 742 ખર્ચ

2022માં 12 કરોડ 81 લાખ 80 હજાર 89


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -