36.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

હોળીના દિવસે ભરીભરીને વેચાયો દારૂ, ઢીંચી ગયા 14 કરોડ રૂપિયાનો દારૂ


હોળીના તહેવાર પર નોઈડાના રહેવાસીઓએ 14 કરોડ રૂપિયાનો દારૂ પીધો છે. નોઈડાના આબકારી વિભાગના અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે આ વખતે હોળીના બે દિવસ પહેલા જિલ્લામાં 14 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો. આબકારી વિભાગે જણાવ્યું કે ગયા વર્ષે હોળી પહેલા 11.5 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો જ્યારે 30 અને 31 ડિસેમ્બર 2022ના રોજ નવ કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો.

જિલ્લા આબકારી અધિકારી રાકેશ બહાદુર સિંહે જણાવ્યું કે આ વર્ષે હોળીના દિવસે ગૌતમ બુદ્ધ નગરમાં 6 અને 7 માર્ચના રોજ લગભગ 14 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો છે. આ દારૂમાં દેશી અને વિદેશી બંને પ્રકારના દારૂનો સમાવેશ થાય છે. અત્યાર સુધીના કોઈપણ તહેવાર દરમિયાન વેચાયેલ દારૂનો આ સૌથી વધુ આંકડો છે.

549 દારૂની દુકાનો પણ 14 કરોડની કમાણી

આબકારી વિભાગે કહ્યું છે કે નોઈડા અને ગ્રેટર નોઈડામાં 549 દારૂની દુકાનો છે, જેમાં વિદેશી અને દેશી દારૂ વેચતી દુકાનોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે 8 માર્ચે હોળીના કારણે દારૂની દુકાનો સંપૂર્ણપણે બંધ હતી. વિભાગે કહ્યું છે કે આ વખતે ગેરકાયદેસર દારૂની હેરાફેરીની કોઈ મોટી ઘટના સામે આવી નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -