આજે ધૂળેટીનો તહેવાર છે ત્યારે સમગ્ર ગુજરાતમાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજભવન પણ ધૂળેટીનું આયોજન કરાયું છે. ખાસ આ આયોજન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ માટે કરાયું છે. તેઓ પીએમ મોદી સાથે ગુજરાતના મહેમાન બની રહ્યા છે. ત્યારે તેઓ પણ ધૂળેટીના રંગે રંગાશે. તેઓ પણ દેશના આ તહેવારમાં સામેલ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનધાન આજે રાત્રે અમદાવાદ આવી રહ્યા છે. રાત્રે 8 કલાકે તેઓ એરપોર્ટ પર પહોંચશે ત્યારબાદ રાજભવનમાં ધૂળેટીનું ઓયોજન કરાયું છે. બન્ને દેશોના પીએમ ગાંધીગરમાં રાજભવનમાં રંગોત્સવમાં સામેલ થશે.આજે રાજ ભવનમાં ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
9 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનધાન મેચ નિહાળશે. નમો સ્ટેડિયમમાં તેઓ બન્ને દિગ્ગજો દર્શક બનીને મેચ નિહાળશે,ત્યારે તમામ પ્રકારની સુરક્ષાને લઈને પણ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે બે દિવસના આ પ્રવાસમાં આજે પ્રથમ દિવસ છે ત્યારે બન્ને દિવસને યાદગાર બનાવવાના હેતુસર ગુજરાતમાં મહેમાન નવાજીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જ આજે હોળીના તહેવારમાં બન્ને દિગ્ગજ સામેલ થશે. બંને દેશોના વડાપ્રધાન સીધા એરપોર્ટથી રાજભવન, ગાંધીગરના જશે. જેથી અત્યારથી જ રાજભવનમાં હોળી મહોત્સવની ઉજવણી માટેની તૈયારીઓ આરંભાઈ છે.
ઓસ્ટ્રોલિયાના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે એક ઉચ્ચસ્તરીય વેપાર પ્રતિનિધિ મંડળને લઈને તેમજ અન્ય મહત્વની બાબતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

