બહુચરાજી મંદિરના શિખરની ઉંચાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 49 ફૂટથી શિખરની ઉંચાઈ 71.5 ફૂટ કરવામાં આવશે. અનેક શ્રધ્ધાળુઓ મંદિરમાં માતાજીના દર્શન માટે આવશે ત્યારે આગામી સમયમાં મંદિરના વિકાસ માટે પણ કામગિરી થશે.
– 71.5 ફૂટની ઉંચાઈ શિખરની કરાશે
– 20 કરોડ પ્રથમ તબક્કામાં ફાળવાશે
– 25 વર્ષ માટે માસ્ટર પ્લાન બનાવાશે
– 49 ફૂટ ઉંચાઈ બહુચરાજી મંદિરના શિખરની છે ઉંચાઈ
– 3 તબક્કામાં મંદિર માટે થશે કામગિરી
શક્તિપીઠ એવા બહુચરાજી માતાજીના મંદિરના શિખરની ઉંચાઈ વધારવામાં આવશે. અત્યારે જે શિખરની ઉંચાઈ છે તેની સરખામણીએ શિખરની ઉંચાઈ વધારવામાં આવશે. 49 ફૂટની શિખરની ઉંચાઈ 71.5 ફૂટની કરવામાં આવશે. જે અંતર્ગત ત્રણ તબક્કામાં કામગિરી કરવામાં આવશે. ગુજરાત પવિત્ર વિકાસ યાત્રાધામ દ્વારા આ કામગિરી કરવામાં આવશે. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર 20 કરોડ રુપિયા પ્રથમ તબક્કે ફાળવવામાં આવશે.
મંદિર અને આસપાસના વિકાસ માટે આગામી 25 વર્ષ માટેનો પણ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં વિવિધ તબક્કે કામગિરી કરવામાં આવશે. બહુચરાજી માતાજીના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પૂનમ તેમજ અન્ય દિસોમાં આવે છે.

