23 C
Ahmedabad
Thursday, March 5, 2026

રંગોત્સવમાં ગેરહાજર કોંગ્રેસે આપી આ પ્રતિક્રીયા, ચાવડાએ કહ્યું, પ્રજાનાં પરસેવાના પૈસા તાયફા પાછળ ના વાપરો


વિધાનસભા રંગોત્સવ કાર્યક્રમમાં ગેરહાજર રેહવા પર કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રીયા સામે આવી હતી. ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા છે અને સરકાર બીજી તરફ ઉત્સવો કરી રહી છે. પ્રજાના પરસેવાના રુપિયા ઉત્સવો અને તાયફા પાછળ ના વાપરવા જોઈએ.

અમિત ચાવડાએ વિધાનસભા રંગોત્સવ બાદ પ્રતિક્રીયા આપતા આ વાત કહી હતી. માવઠાના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થયું છે. પ્રજાના પરસેવાના રુપિયા ઉત્સવો અને તાયફા પાછળ ના વાપરવા જોઈએ. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, ખેડૂતોની અપેક્ષા છે સરકાર અમારી વ્હારે આવે ત્યારે બીજી તરફ આ પ્રકારે રુપિયાની બરબાદીમાં કોંગ્રેસ ક્યારેય સહમત ના હોય.

વિધાનસભામાં ઈતિહાસમાં પ્રથમ વખત હોળી રમવાને લઈને મંજૂરી અધ્યક્ષ તરફથી મળી હતી. ત્યારે આજે વિધાનસભામાં પણ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નેચરલ કલરોથી નેતાઓ હોળી રમતા નજરે પડ્યા હતા.

8 માર્ચના રોજ હોળીનો તહેવાર છે ત્યારે અત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે હોળીનો તહેવાર પ્રાકૃતિક રંગો સાથે મનાવવામાં આવ્યો હતો. પરીષરમાં તમામ સ્ટાફ પણ આ રંગોત્સવમાં સામેલ થયો હતો. ત્યારે ઉત્સવ નિમિત્તે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો આ પ્રતિક્રીયારુપે આપ્યા હતા.

માવઠાની અસરના કારણે ખેડૂતોના પાકને અસર થઈ છે ત્યારે સરકાર દ્વારા માવઠા મામલે સહાયને લઈને સર્વે પણ એ પહેલા કરાવવામાં આવશે. ત્યારે કોંગ્રેસ આ મુદ્દાને પણ ઉછાળ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -