મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક દિલ્હી પહોંચતા અનેક તર્ક વિતર્ક સેવવામાં આવ્યા હતા. પીએમ મોદી સાથેની મહત્વની મુલાકાત સીએમની રહી હતી. જનકલ્યાણના ગુજરાતને લગતા કામોને લઈને વિશેષ મુલાકાત દરમિયાન ચર્ચા થઈ હોવાનું અનુમાન છે આ ઉપરાંત અન્ય કેટલીક રાજકિય બાબતોને લઈને પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતમાં રાજ્યમાં જન કલ્યાણ યોજના અંગે ચર્ચા કરવામાં આવશે. સીએની સાથે પીએમની મહત્વની મુલાકાત માવનામાં આવી રહી છે. આ મિટીંગ બાદ બોર્ડ નિગમમાં ચેરમેનની નિયુક્તિની અટકળો પણ વહેતી થઈ હતી. અત્યારે વિધાનસભાનું સત્ર પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે બોર્ડ નિગમમાં નિયુક્તિની ચર્ચા તેજ થઈ છે. બોર્ડ નિગમની અંદર ફેરફાર થતા પક્ષમાં ઘણા લાંબા સમયથી કામ કરનારને સ્થાન આપવામાં આવી શકે છે.
નિગમ, પ્રવાસન નિગમમાં અત્યારે સ્થાન મેળવવા માટે પણ નેતાઓનું લોબિંગ
અગાઉ શિસ્ત સમિતીની કેટલીક ફરીયાદો પણ મળી હતી ત્યારે ભાજપ તરફથી ઠપકો પણ કેટલાક નેતાને મળ્યો હતો. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારને બોર્ડ નિગમમાં સ્થાન મળવાની શક્યતાઓ બિલકુલ નહીંવત છે. આ સાથે પ્રાપ્ત થતી વિગતો અનુસાર નિગમમાં જે ફેરબદલ કરવામાં આવી રહ્યો છે તેમાં એસટી નિગર, પ્રવાસન નિગમમાં અત્યારે સ્થાન મેળવવા માટે પણ નેતાઓ લોબિંગ કરી રહ્યા છે.
આ નિગમોને લઈને થઈ શકે છે નિયુક્તિ
બોર્ડ નિગમની અંદર માત્ર ચેરમેન પદ જ નહીં પરંતુ ડીરેક્ટરોની પણ નિમણૂક કરવામાં આવે તેવી શક્યતાઓ છે. બોર્ડ નિગમમાં પણ નિયુક્તિને લઈને ચર્ચા ચાલી રહી છે. સંગઠન અને સરકારમાંથી મંગાવાયા છે. તેમાં ખાસ કરીને પ્રદેશ અને જિલ્લાના પાયાના કાર્યકરોને સમાવવામાં આવે તેવી શક્યતાઓ છે. એસટી સહીતના નિગમો ઉપરાંત જીઆઈડીસી, જીએમડીસી, જીએસીએલ, જીપીસીબી જેવા સૌથી મહત્વના નિગમો પર નજર રહેશે. તેમાં પણ આ વિવિધ નિગમોમાં સ્થાન મેળવવાને લઈને લોબિંગ શરુ કરી દેવામાં આવ્યું છે.

