30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

શાહે કર્ણાટકમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા; કહ્યું- રાહુલના નેતૃત્વમાં પાર્ટીનું સ્તર નીચે આવ્યું, તેઓ પીએમ મોદીને ગાળો આપે છે


કર્ણાટકમાં ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા. શાહે કહ્યું કે રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસનું સ્તર દિવસેને દિવસે નીચે આવી રહ્યું છે. આ લોકો પીએમ મોદીની કબર ખોદવાની વાત કરે છે. શાહે અહીં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીની પણ ટીકા કરી.

શાહે શું કહ્યું?

કર્ણાટકમાં એક રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ‘કોંગ્રેસીઓનું નિવેદન જુઓ. તેમની પાસે જીત માટે કોઈ ફોર્મ્યુલા બાકી નથી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું સ્તર દિવસેને દિવસે ઘટી રહ્યું છે. આ લોકો શું નારા લગાવી રહ્યા છે, મોદી તેરી કબર ખુદેગી. આ આમ આદમી પાર્ટીના લોકો કહે છે મોદી તુમ મર જાઓ. અરે ભાઈ… તમારા કહેવાથી શું થાય છે? આમ કહેવાથી ભગવાન તારી વાત નહીં સાંભળે. 130 કરોડ લોકો મોદીજીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.’

શાહે વધુમાં રાહુલ ગાંધી અને કર્ણાટકના અન્ય નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો. કહ્યું, સાંભળી લો કોંગ્રેસવાળા… મોદીજી પર જેટલો કાદવ ઉછાળશો કમળ તેટલું જ ખીલીને બહાર આવશે. કારણ કે કમળનો તો સ્વભાવ જ છે. કાદવની વચ્ચે સુગંધ ફેલાવવાનો. તમે મોદીજીને ગમે તેટલી ગાળો આપશો, તમે ક્યારેય પણ સફળ નહીં થઈ શકો.

પૂર્વોત્તરમાં કોંગ્રેસને દૂરબીનથી પણ નથી જોઈ શકાતી 

અમિત શાહે પૂર્વોત્તરમાં મળેલી જીત પર પણ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘પહેલાં પૂર્વોત્તર માટે કહેવામાં આવતું હતું કે ત્યાં એન્ટ્રી ન થઈ શકે, બીજી વખત ત્રણેય જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે.’ આ દરમિયાન શાહે કર્ણાટકના લોકો તરફથી ઉત્તર પૂર્વના લોકો માટે તાળીઓ પણ વગાડી હતી. શાહે કહ્યું, “ગઈકાલે ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલયના પરિણામો જાહેર થયા અને આ રાજ્યોમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે અને તેઓ હાર્યા તો એવા હાર્યા છે કે દૂરબીનથી પણ જોઈ શકાતા નથી.”


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -