ઓછી કે અધુરી ઊંઘથી મગજની ઈનપુટ ગ્રહણ કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. મગજ દિવસમાં શીખેલી વાર્તાને સારી રીતે પ્રોસેસ કરી શકતું નથી. વાતોને યાદ રાખવામાં મુશ્કેલી આવે છે. આ સિવાય રીતો અપનાવી શકો છો. સારી ઊંઘ મગજમાં બનતા ટોક્સિનને પણ દૂર કરે છે. અપુરતી ઊંધ ડિપ્રેશન, હાઈબીપી, માઈગ્રેન વગેરેનું જોખમ વધે છે. જો સારી ઊંધ અંગે ચિંતિત છો તો આ રીતો અપનાવી શકો છો.
બોડી સ્કેન :
આ પણ એક પ્રકારનું માઇન્ડકૂલ મેડિટેશન છે બોડી સ્કેન માઈન્ડફૂલ મેડિટેશન તકનીક છે. માઈન્ડફૂલ મેડિટેશન ઊંધની ગુણવત્તા સુધારે છે. તે એંગ્ઝાયટી પેદા કરતા વિચારોની શ્રૃંખલાને શાંત કરે છે. તેના માટે શાંતીથી ઊંધી જાઓ. આખો બંધ કરો. હવે માથથી બોડી સ્કેન કરવાનું શરૂ કરો. જ્યાં દૂઃખાવો કે ખેંચાણ લાગે તેને અનુભવો. હવે ડોકમાં થઈને છાતી, પેટ, હિપ્સ, પગ અને પછી પંજા સુધી પહોંચો. આ જ રીતે પંજાથી શરૂ કરી માથા સુધી પાછા આવો. આવું 5થી6 વાર કરો.
ડીપ બ્રિધિંગ :
10 મિનિટ કરો ઊંધતા પહેલાં જો 10 મિનિટ સુધી ડીપ બ્રિધિંગ કરવામાં આવે તો હાર્ટ રેટ સંતુલિત રહે છે મગજ શાંત થાય છે. અનિયંત્રિત વિચારોને કાબુમાં લેવામાં મદદ મળે છે. એંગ્ઝાયટી અને તણાવ વધારતા હોર્મોનનું સ્તર ઘટે છે.
એક્યુપ્રેશર :
તેનાથી ઊંઘ લાવતા હોર્મોન વધે છે પારંપરિક ચાઈનીઝ પદ્ધતિમાં અનમિઅનનો અર્થ થાય છે ‘શાંતિપૂર્ણ ઊંધ’, અનમિઅન એક્યૂ પોઈન્ટ કામના લોબની બરાબર પાછળ માથાના હાડકાની પાસે હોય છે. પથારીમાં ઊંઘતા પહેલા આંગળીથી આ પોઈન્ટ પર થોડી મિનિટ મસાજ કરો. 2013માં થયેલા કેટલાક અભ્યાસમાં જોવા મળ્યું કે, આ પોઈન્ટ્સનો મસાજ કરવાથી ઈન્સોમ્નિયાની સમસ્યામાં રાહત મળે છે. હકીકતમાં આ પોઈન્ટ કાલ્પનિક વિચારોને શાંત કરે છે.
હગ થેરપી :
તણાવ હોર્મોન કોર્ટિસોલનું સ્તર ઘટે છે જ્યારે કોઈને ગળે લગાવો છો તો આપણાં લોહી અને સલાઈવા બંનેથી તણાવ વધારતા હોર્મોન કોર્ટિસોલનું સ્તર ઘટે છે. આ હોર્મોન એંગ્ઝાયટી પેદા કરે છે, જેનાથી વિચારો અનિયંત્રિત થવા લાગે છે. જો તમે એકલા છો તો સારા ઓશિકાને પણ ગળે લગાવીને ઊંધી શકો છો. 2020ની એક રિસર્ચ જણાવે છે કે, સ્ટ્રેસ ઘટાડતી પાંચ તકનીક (દડો દબાવવો, સંગીત સાંભળવું વગેરે)માં ઓશિકાને ગળે લગાવવું સૌથી વધુ અસરકારક હોય છે.

