ગુજરાતમાં બ્રિજના કામોને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે અમરેલીમાં પણ રાજુલાની અંદર નિર્માણાધિન બ્રિજ ધરાશાઈ થઈ ગયો હતો.બ્રિજનું 50 ટકા કામ બાકી હતું અને બ્રિજ ધરાશાયી થઈ ગયો ત્યારે ફરીથી એકવાર બ્રિજની કામગિરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ દરમિયાન કામ કરી રહેલા મજૂરોનો આબાદ બચાવ થયો હતો. જે રાહતના સમાચાર છે પરંતુ બ્રિજની કામગિરી ગુજરાતમાં એક પછી એક પ્રકારે સામે આવતા ફરીથી ઘોર બેદરકારી સામે આવી છે.
રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક ભાવનગર, વેરાવળવાળો હાઈવે કે, જે નેશનલ હાઈવે પર છે ત્યારે આ બ્રિજ ધરાશાઈ થઈ ગયો હતો. બ્રિજ ધરાશાઈ થતા અનેક સવારો ઉભા થયા છે. પુલની કામગિરી થઈ રહી હતી ત્યારે ગડરો ઉપરથી પડતા બ્રિજ પણ ધરાશાઈ થયો હતો.
સૌરાષ્ટ્રમાં મોરબી બ્રિજની દૂર્ધટના હજુ તાજી જ છે ત્યારે અમદાવાદમાં કૌભાંડના કારણે થોડા જ સમયગાળામાં બ્રિજ નકામો બની ગયો છે. રાજ્યમાં બનતા બ્રિજને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે અમરેલીમાં પણ બ્રિજ નિર્માણાધિન થતા આ કામગિરી સામે પણ સવાલો ઉભા થયા છે. નિર્માણાધિન બ્રિજ ધરાશાઈ થઈ ગયો છે જેનું 50 ટકા લગભગ પૂર્ણ થઈ ગયું હતું ત્યારે 50 ટકા કામ બાકી હતું તેવામાં આ બ્રિજ પડી જતા કામગિરી પર સવાલો થયા છે.
આજ પ્રકારે અમદાવાદમાં ઔડા વિસ્તારમાં મમદપુરાનો બ્રિજ છે તે રાત્રે નિર્માણાધિન થયો હતો. એ જ પ્રકારે અમરેલીમાં પણ આ પ્રકારની ઘટના બ્રિજને લઈને સામે આવી છે જેમાં મજૂરોનો આબાદ બચાવ કરાયો હતો.

