24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

વિકાસ સહાય રાજ્યના નવા ડીજીપી બન્યા, આ પહેલા ઈન્ચાર્જ ડીજીપી હતા


રાજ્યના નવા ડિજિપ તરીકે વિકાસ સહાયની નિમણૂક કરાઈ છે. અગાઉ તેમની ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી પરંતુ હવે આશિષ ભાટીયા બાદ કાયમી ડીજીપી તરીકેની જવાબદારી તેમને સોંપી દેવામાં આવી છે. 1989 બેચના આઈપીએસ વિકાસ સહાય રાજ્યના પોલીસ વડાની મોટી જવાબદારી સંભાળશે.

વિકાસ સહાયની રાજ્યના કાયમી ડીજીપી તરીકે નિમણૂંક કરાઈ છે. આશિષ ભાટીયાનો ડીજીપી તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા નવા ઈન્ચાર્જ ડીજીપીના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી જ નક્કી હતું કે, વિકાસ સહાયને જ ડીજીપી બનાવાશે.

અગાઉ નવા ડીજીપીના નામની વાત સામે આવી હતી ત્યારે અન્ય સિનિયર આઈપીએસના નામો પણ સામે આવ્યા હતા. જો કે, આખરે વિકાસ સહાયના નામની જ મહોર મારવામાં આવી છે. જેઓ સત્તાવાર કાયમી નવી ડીજીપી નિમાયા છે.

વિકાસ સહાય 2010માં CID અને IBના IG

1989 બેચના IPS અધિકારી વિકાસ સહાય બિહારના હારેલા છે. વિકાસ સહાય ગાંધીનગર સ્થિત પોલીસ ટ્રેનિંગ એકેડમીની જવાબદારી સંભાળતા હતો. સહાય હવે રાજ્યના ડીજીપીની જવાબદારી પણ સંભાળશે. વિકાસ સહા. પ્રથમ વખત 1999માં રાજ્યમાં આણંદ જિલ્લાના એસપી બન્યા હતા. ત્યાર બાદ તેમણે SP અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદના DCP તરીકે ઝોન 2 અને 3 માં કામ કર્યું. આ પછી તેમને અમદાવાદમાં જ DCP ટ્રાફિક બનાવવામાં આવ્યા હતા. આ પછી તેઓ 2010માં CID અને IBના IG બન્યા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -