ગુજરાત પેપર લીક મામલે ગુરુવારે વિધેય પસાર કરાયું છે ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કાયદો બનાવવાથી દારુ બંધી છે છતાંય દારુ ગુજરાતમાં મળે જ છે. પેપર લીક થયા બાદ સરકારને હવે 27 વર્ષ પછી ઉમેદવાર અને તેના પરિવારની પીડા સમજાઈ છે. માત્ર પેપર જ નહીં પરંતુ લોકોના સપનાઓ પણ ફૂટે છે. લોકોની આશાઓ પડી ભાંગે છે. આ વિધેયક પસાર થયા બાદ તેનો અમલ પણ કડક થવો જોઈએ.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બિલ છટકબાજી માટેનું છે. 2014થી ડબલ એન્જિનની સરકારમાં 12થી વધુ પેપરો ફૂટ્યા છે. હું પહેલાથી કહેતો આવ્યો છું કાયદો પસાર કરો. 2014થી મેં કહ્યું હતું કે, વિધેયક લાવીને કાયદો પસાર કરવો જોઈએ પરંતુ કાયદાનો અમલ પણ થવો જોઈએ.
ગુજરાત વિધાનસભા પરિસરની બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પેપર લીક પહેલા પસાર થઈ રહેલા બિલ પહેલા જોવા મળ્યું હતું. આ બિલ લાવ્યા બાદ પણ નાની માછલીઓ પકડ઼ાઈ જશે મોટી માછલીઓ છટકી જશે. કાયદો બનાવવાથી દારુ બંધી છે છતાંય દારુ ગુજરાતમાં મળે છે. આ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કાયદા બનાવવાથી પરિણામ મળતું નથી. પેપર કૌભાંડ મુદ્દે સરકારે ખરેખર કામ કરવું જોઈએ. કાયદો લાવે તે સારી વાત છે પરંતુ તેનો અમલ થશે કે કેમ તેમ તેમણે કહ્યું હતું.

