ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ હવે સત્તાધારી ભાજપે કોંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટીને વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ નથી અપાયું, બજેટ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા સાંજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિપક્ષના નેતાને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. તે છતાં વિપક્ષની ભૂમિકામાં રહીને કોંગ્રેસે વિરોધ જારી રાખ્યો હતો.
ગુજરાતના ઈતિહાસમાં આ પહેલીવાર આવું બન્યું છે કે, આજે શરૂ થયેલા બજેટ સત્રમાં સત્તાવાર રીતે કોઈ વિરોધ પક્ષનો નેતા નથી. વિધાનસભા સચિવ ડી.એમ.પટેલે કોંગ્રેસને પત્ર લખીને અધ્યક્ષના નિર્ણયની જાણકારી આપી હતી. કોંગ્રેસની જૂની પરંપરાઓનો ઉલ્લેખ કરીને તે વિપક્ષના નેતા પદ માટે દાવો કરી રહી રહ્યા છે. આ માટે ઘણા સમયથી બયાનબાજી પણ ચાલી રહી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ભાજપ મોટું મન ધરાવતી પાર્ટી હોવી જોઈએ.
લોકશાહીમાં વિપક્ષ હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આ પદથી કોંગ્રેસ ખૂબ દૂર છે. 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો, કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી હતી. ત્રણ બેઠકો અપક્ષો અને એક બેઠક સમાજવાદી પાર્ટીએ જીતી હતી. જો કે, 10 ટકાથી પણ ઓછી બેઠકો કોંગ્રેસને મળી છે.
વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે મોટી ભૂમિકા હોય છે અને અગાઉના વિધાનસભાના સત્રો દરમિયાન 77 સીટો જીતેલી કોંગ્રેસને વિપક્ષ થાય તેવો પણ ગર્વ તો હતો કેમ કે, અત્યારની 17ની સ્થિતિએ 77 એ ઘણી સીટો કહેવાય પરંતુ હવે નેતા વિપક્ષનું પદ નથી મળ્યું જેથી કોંગ્રેસ માટે હાર બાદ આ બીજો મોટો ઝટકો છે.

