રાજ્યની શાળાઓમાં ગુજરાતી વિષય ના ભણાવવાનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યની તમામ સ્કૂલમાં ગુજરાતી અભ્યાસ અનિવાર્ય છે. દરેક સ્કૂલો માટે ગુજરાતી ભણાવવું ફરજીયાત છે તેમ કુબેર ડીંડોરે કહ્યું હતું. ગુજરાતી ના ભણાવતી સ્કૂલોના નામ અમારા ધ્યાને આવ્યા છે.નિયમ અનુસાર સ્કૂલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમ કબેર ડીંડોરે કહ્યું હતું. આજે માતૃભાષા દિવસ છે ત્યારે આ મામલે શિક્ષણ મંત્રીનું આ નિવેદન પણ સામે આવ્યું હતું.
બાલવાટીકા શરુ કરવાને લઈને જાહેરાત, માતૃભાષા ભણાવાશે
અમદાવાદમાં આજે વિશ્વ માતૃભાષા દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિ રહી હતી. શિક્ષણ મંત્રીએ તમામ લોકોની હાજરીમાં બાળવાટીકા શરુ કરવાની પણ જાહેરાત કરી છે. ત્રણથી છ વર્ષની વયના બાળકો માટે ત્રણ અલગ બાળવવાટીકા ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંગ્રેજી માધ્યમની શાળાઓએ પણ ફરજિયાત વિષય તરીકે ગુજરાતી ભણાવવાનું રહેશે તેમ તેમણે કહ્યું હતું.
ગુજરાતની ખાનગી અને ઈંગ્લિશ મીડિમ સ્કૂલોની અંદર ફરજીયાત ગુજરાતી ભણાવવાને લઈને પણ પરીપત્ર જારી કરવામાં આવ્યો છે. જે સ્કૂલો ગુજરાતી વિષય નહીં ભણાવતી ના હોય તેમણે આ મામલે કડકપણે પાલન કરાવવા માટે પણ આદેશ પરીપત્ર જારીને કર્યો છે.
અગાઉ હાઈકોર્ટે પણ કરી હતી ટકોર
ગુજરાતી ભાષાને શાળાઓમાં ભણાવ્યા વિના કેવી રીતે માતૃભાષાની જાળવણી થશે તેમ અગાઉ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પણ માતૃભાષા ભણાવવા મામલે સરકારને ટકોર કરતા વેધક સવાલ કર્યો હતો. ગુજરાત સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે તે વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવાની નીતિને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે એક નિયમનકારી તંત્રની રચના કરશે. ગુજરાતી પણ આપણા બંધારણની ભાષાઓમાંની એક છે. તમે તેને શાળાઓમાં ભણાવ્યા વિના કેવી રીતે જાળવણી કરશો. તેમ કોર્ટે ટકોર કરી હતી.

