26.9 C
Ahmedabad
Tuesday, March 3, 2026

પાટણ : કમલીવાડાની ભેંસ રાજ્યમાં પ્રથમ નંબરે આવી. રૂપિયા 5લાખમાં વેચાણ માંગી. જાણો શું છે વિશેષતા


ગાંધીનગર પશુપાલન વિભાગ દ્વારા દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ દૂધ આપતા પશુઓના માલિકોને પ્રોત્સાહિત કરવા માટે હરીફાઈ યોજાઈ હતી .જેમાં પાટણ તાલુકાના કમલીવાડા ગામના પશુપાલકની ભેંસ રોજનું 27.600 લીટર દૂધ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવતા રૂપિયા 25 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું .

પાટણ જિલ્લાનો પછાત જીલ્લામાં સમાવેશ થાય છે .ત્યારે આ જિલ્લાના મોટાભાગનો વર્ગ પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેમાંથી આજીવિકા મેળવી પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હોય છે. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારની હરીફાઈનું આયોજન કરવામાં આવે છે.જેમાં વર્ષ 2022/23ના વર્ષ માટે પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા દૈનિક સૌથી વધુ દૂધ આપતા પશુઓ માટેની હરીફાઈ યોજાઈ હતી .જેમાં પાટણ તાલુકાના કમલીવાડા ગામમાં રહેતા પશુપાલક દેસાઈ ઘેમરભાઈ વીરાભાઇની બન્ની જાતની ભેંસ સવાર અને સાંજ એમ બે ટાઈમમાં રોજ 27 લિટર અને 600 ગ્રામ દૂધ આપતી હોય .સમગ્ર રાજ્યમાં દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ પ્રથમ નંબર આવતા પશુપાલન વિભાગ દ્વારા રૂપિયા રૂ.25 હજાર નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે પશુપાલકોને પુરસ્કાર અને રોકડ રકમના ચેક આપીને સન્માનિત કરવામાં આવનાર છે.

પશુપાલક દેસાઇ ઘેમરભાઈએ જણાવ્યું હતું કે, તેમની બન્ની જાતની ભેંસ વધુ દૂધ આપે તે માટે છેલ્લા ઘણા સમયથી તેની વિશેષ કાળજી રાખવામાં આવે છે.જેમાં આ ભેંસને સવાર અને સાંજે બે ટાઈમ ઘઉં ,મકાઈ, પાપડી અને સાગરદાણનું મિશ્રિત આહાર આપવામાં આવે છે .આ ઉપરાંત લીલો ઘાસચારો ,સૂકી ચાર અને બુલેટ ઘાસ આહારમાં આપવામાં આવે છે.

રોજ રૂ .1300 થી 1400 નું દૂધ આપે છે. હાલમાં યુવાનો ઓફિસવાળી નોકરીઓ શોધતા હોય છે .ત્યારે નોકરિયાતને પણ શરમાવે તેટલી કમાણી આ વૃદ્ધ પશુ પાલક મેળવી રહ્યા છે.આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે તેમની ભેંસ રોજનું બે ટાઈમમાં 26 લીટર અને 600 ગ્રામ જેટલું દૂધ આપે છે .જે દૂધ ની એક લિટરની કિંમત 55 રૂપિયા છે .ત્યારે રોજ તેવો રૂ1300 થી 1400 નું દૂધનું વેચાણ કરે છે . અને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યા છે .ત્યારે આ ભેંસ આટલું બધુ દૂધ આપતી હોય આસપાસના અનેક પશુપાલકો આ ભેંસને જોવા માટે આવતા હોય છે.

પાટણ તાલુકાના કમલીવાડા ગામના પશુપાલક ઘેમરભાઈ દેસાઈની ભેંસ દૂધ ઉત્પાદનમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર આવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, તેમની આ ભેંસ ચારથી પાંચ મહિના અગાઉ વિહાઈ હતી. એક વર્ષ પહેલા કોઈ વેપારી દ્વારા તેમની ભેંસ રૂપિયા 5 લાખ 11 હજારમાં માંગી હતી પરંતુ તેમણે પોતાની ભેંસ વેચી ન હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -