36.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

કોંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર ઉઠાવ્યા સવાલ, બેન દીકરીની સુરક્ષા કરવામાં સરકાર નિષ્ફળ ગઈ


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવ્યા હતાં.. પાર્થિવરાજસિહે કહ્યુ હતું કે છેલ્લા આઠ વર્ષમાં ગુજરાત પોકસો (POCSO) કાયદા હેઠળ ગુના નોંધાવાના દરમાં ૩૯૮.5ટકાનો નો વધારો થયો છે. છેલ્લા આઠ વર્ષમાં ગુજરાત રાજ્યમાં પોક્સો હેઠળ ૧૪,૫૨૨ ગુના નોંધાયા છે. આઠ વર્ષમાં નાની બાળકીઓ ઉપર થયેલા દુષ્કર્મોના ગુનાઓ lમાં સજા અપાવવાનો દર (conviction rate) માત્ર ૧.૫૯ ટકા છે. ૧૪,૫૨૨ પોકસો કેસમાં ૨૩૧ કેસમાં જ ગુના પુરવાર થઈ શક્યા હતાં.

ગુજરાત રાજ્યમાં આઠ વર્ષમાં ૧૨,૬૪૭ કેસ પેન્ડિંગ છે.

રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવ્યા હતાં લોકસભાના ચોંકાવનારા આંકડા સાથે સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. લોકસભામાં પ્રસ્તુત આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાતમાં વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૧ દરમિયાન ૧૪,૫૨૨ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૧ સુધીમાં પોકસો કેસ માં ૩૯૮.૫% નો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪ માં પોકસો હેઠળ ૬૧૩ ગુના નોંધાયા હતા ,જેમાં ૫ કેસોમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૫ માં પોક્સો હેઠળ ૧૬૦૯ ગુના નોંધાયા હતા.જેમાં ૮ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૬ માં પોકસો હેઠળ ૧,૪૦૮ ગુના નોંધાયા હતા.જેમાં ૫ કેસમાં સજા પડી હતી. વર્ષ ૨૦૧૭ માં પોકસો હેઠળ ૧,૬૯૭ ગુના નોંધાયા હતા. જેમાં ૧૨ કેસ માં સજા પડી હતી. વર્ષ ૨૦૧૮ માં ૨,૧૫૪ કેસ નોંધાયા હતા.જેમાં ૩૩ કેસ lમાં સજા થઈ હતી. વર્ષ ૨૦૧૯ માં ૨,૨૫૩ પોકસો કેસમાં ૭૪ કેસ, વર્ષ ૨૦૨૦ માં ૨,૩૪૫ પોકસો કેસમાં ૨૩ કેસમાં અને વર્ષ ૨૦૨૧ માં પોકસો કેસમાં ૭૧ કેસમાં સજા થઈ હતી. ગુજરાત રાજ્યમાં પોકસો હેઠળ ૧૪,૫૨૨ ગુના માં ૨૩૧ કેસ માં (conviction) ગુનો પુરવાર થઈ શક્યા હતા.

ગુજરાત રાજ્યમાં પોકસો કેસ માં સજા દર માત્ર ૧.૫૯ ટકા છે. તે આંકડાકીય માહિતીથી જાણવા મળે છે. વર્ષ ૨૦૨૧ ના અંત સુધી માં ૧૨,૬૪૭ કેસ પેન્ડિંગ છે. “બેટી બચાઓ બેટી પઢાઓ” ની જાહેરાતો પાછળ કરોડોના ખર્ચ થઈ પણ આ દીકરીઓ lને ન્યાય અપાવવા lમાં સરકાર નિષ્ફળ ગયી છે તે આંકડા પુરવાર કરે છે. ગૃહ મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી વાહવાહી લૂંટી સકે છે તો કથળતી કાયદો વ્યવસ્થાની જવાબદારી પણ તેમની છે. નાની બાળકીઓ ઉપર વધતી દુષ્કર્મ શારીરિક છેડછાડના ગુનાઓમાં બેફામ વધારો ગુજરાતની અસ્મિતાને શરમાવે તેમ છે. ગૃહ મંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને માનવું જોઈએ કે વધતા પોકસો કેસ એ ગુજરાતની કથળતી કાયદો વ્યવસ્થા દર્શાવે છે. લોકસભાના આંકડાઓ દર્શાવે છે કે બેન દીકરીની સુરક્ષામાં સરકાર નિષ્ફળ ગયી છે.

ગુજરાત રાજ્ય માં કુલ POCSO કેસ- 14,522 કેસ 

ગુજરાત રાજ્ય માં કુલ કેસ conviction -231કેસ 

2014 -613 કેસ

2015-1609 કેસ

2016- 1408 કેસ

2017- 1697 કેસ

2018- 2154 કેસ

2019- 2253 કેસ

2020- 2345 કેસ

2021- 2443 કેસ

નાની બાળકીઓ ઉપર વધતી દુષ્કર્મ શારીરિક છેડછાડના ગુનાઓમાં બેફામ વધારો ગુજરાતની અસ્મિતાને શરમાવે તેમ છે.

ગૃહ મંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને માનવું જોઈએ કે વધતા પોકસો કેસ એ ગુજરાતની કથળતી કાયદો વ્યવસ્થા દર્શાવે છે. લોકસભાના આંકડાઓ દર્શાવે છે કે બેન દીકરીની સુરક્ષામાં સરકાર નિષ્ફળ ગયી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -