35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

બનાસકાંઠા : લાખણીમાં જિલ્લા યુવા કોંગ્રેસની કારોબારી મીટીંગ યોજાઈ. નવો એક્શન પ્લાન ઘડાયો


ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ફરી હતાશા છોડીને નવા એક્શન મોડમાં આવી છે. આજ રોજ બનાસકાંઠા જિલ્લાની કારોબારી મીટીંગનું આયોજન યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને લાખણી ખાતે કરવામાં આવ્યું હતું . જેમાં મોટી સંખ્યામાં તાલુકા, જિલ્લા યુથ કોંગ્રેસનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, હાલનો સમય સંઘર્ષનો છે. દેશ-રાજ્ય સામે અનેક સળગતા પ્રાણ પ્રશ્નોનો છે. જો યુવાનો સંઘર્ષની લડાઈ લડવા માટે આગળ નહી આવે તો દેશ રાજ્ય પર અનૈતિક તાકાત હાવી થઇ જશે અને તેમ ગરીબ માણસોનો શોષણ થશે, આપણા સૌનું દાયિત્વ બને છે કે ગરીબો, વંચિતો, શોષિત અને વિદ્યાર્થીઓને થતા અન્યાય સામે ઝનુનપૂર્વક લડાઈ લડવામાં માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

NSUI ના પૂર્વ પ્રદેશ પ્રમુખ મહિપાલદાન ગઢવીએ કહ્યું હતું કે, હાલના સમયમાં દેશની લોકશાહી પર ખતરો છે, જો યુવાનો લડાઈ લડવા માટે આગળ નહીં આવે તો કોણ આવશે? દેશ- દુનિયામાં યુવાનોએ અવાજ ઉઠાવી છે ત્યારે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. તેઓ વધુમાં બનાસકાંઠામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે યુવા કોંગ્રેસના હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું હતું.

યુથ કોંગ્રસના જિલ્લા પ્રમુખ સિધ્ધરાજસિંહ ચૌહણ કહ્યું હતું કે,હજી વિધાસભાની ચુંટણીને પૂરી થયાને માત્ર બે મહિના જેટલો સમય પસાર થયો છે ત્યારે ભાજપ સરકારે એકવાર ફરીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય અને નશીબને ફોડ્યા છે અને જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટી ગયું હતું. જેના કારણે યુવાધન ખૂબ જ હતાશ છે. તેમણે વધુમાં યુવા કોંગ્રેસ સારી રીતે કાર્ય કેવી રીતે કરી શકે તેના વિશે માહિતી અપાઈ હતી.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ કહ્યું હતું, કે દેશમાં હાલ બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે અને સામાન્ય માણસને જીવવું ખૂબ અઘરું બની રહ્યું છે તે એવા સમય યુથ કોંગ્રેસ લોકો પ્રાણા પ્રશ્નો ઉઠાવવશે તેવી વાત કરી હતી.

પાલનપુર નગરપાલિકાના વિરોધ પક્ષનાં નેતા અંકિતા ઠાકોરે કહ્યું હતું, બનાસકાંઠા અનેક સમસ્યાથી ઘેરાયેલો જિલ્લો છે. સરકાર આ જિલ્લાને અન્યાય કરે છે તો યુથ કોંગ્રેસ જિલ્લા લગતા પ્રશ્નો લઈને લોકોની વચ્ચે જશે.

યુથ કોંગ્રેસનો નવો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો 

બનાસકાંઠા જિલ્લા સહિત વિવિધ જિલ્લાની યુવા કોંગ્રેસની કારોબારી મીટીંગમાં યુથ કોંગ્રેસનો નવો એક્શન પ્લાન ઘડવામાંમાં આવ્યો હતો. જેમાં યુવા કોંગ્રેસના માળખાનાને તાલુકા સ્તરે અને વોર્ડ સ્તરે લઈને જવા માટે પૂરતું માર્ગદર્શન પ્રદેશ મંત્રી વાલુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું. ‘આઈ.વાય.સી’ એપ દ્વારા યુવા કોંગ્રેસનાં કાર્યનું રિપોટિંગ કરવાનું રહેશે, પ્રદેશ કમિટી, જિલ્લા કમિટી અને વિધાનસભા કમિટી દર મહીને મિટિંગનું આયોજન કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.

આવનાર સમયમાં યુથ કોંગ્રેસની ભૂમિકા અંગે માહિતી અપાઈ 

જિલ્લા પ્રભારી વિરલસિંહ કટારીયા એ આવનારા સમયમાં યુવા કોંગ્રેસના વિવિધ કાર્યક્રમો આપશે તેવુ કહ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું હતું કે, યુવાનોના પ્રાણ પ્રશ્નોને ઉઠાવવા આવશે. ‘યુથ જોડો-બુથ જોડો’ અને ‘હાથ સે હાથ- જોડો’ કાર્યક્રમમાં યુવા કોંગ્રસની ભૂમિકા વિશે માહિતી અપાઈ હતી.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી જયેશ કરમટા , ગીતાબેન નાઈ, ભેરવદાન ગઢવી અને જિલ્લા અને તાલુકા યુવા કોંગ્રેસનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -