25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

પ્રાંતિજ ઉમાધામમાં પાંચમો પાટોત્સવ યોજાયો. કડવા પાટીદાર સમાજના ભાઇ- બહેનો સહિત માઇ ભક્તો ઉપસ્થિત રહ્યાં.


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર માં આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે પાંચમો પાટોત્સવ યોજાયો.

પ્રાંતિજ રેલવે સ્ટેશન જીઇબી પાસે આવેલા શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજની વાડી ઉમાધામમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી ઉમિયા માતાજી , શ્રી અંબે માતાજી , શ્રી ગાયત્રી માતાજી , શ્રી ઉમેશ્વર મહાદેવ , શ્રી કષ્ટભંજન હનુમાનજી , શ્રી ભૈરવદાદા તથા શ્રી ગણપતિ દાદાના મંદિરનો પાંચમો પાટોત્સવ યોજાયો હતો. જેમાં મંદિર પરિષદમાં નવચંડી યજ્ઞ , શ્રી ફળ હોમ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

પાંચમા પાટોત્સવના મુખ્ય યજમાન રસિકભાઇ પૂંજાભાઇ પટેલ હસ્તે રીતેષભાઇ (ધર્મેન્દ્રભાઇ) અમીનપુર પરિવાર દ્વારા યોજાયો હતો તો રાત્રી સમયે રાસ ગરબાનું પણ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજના ભાઇ બહેનો સહિત આજુબાજુમાં રહેતાં ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યજ્ઞ દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -