26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

ફરી વધી રાણાની મૂશ્કેલી, ના મળ્યા જામીન 60 દિવસથી જેલમાં દેવાયત


સેશન્સ કોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન ફગાવી દીધા છે. જેથી ફરી એકવાર દેવાયતની મુશ્કેલી વધી છે. દેવાયત ખવડની મુશ્કેલી ફરી એકવાર વધી છે. 60થી વધુ દિવસથી દેવાયત ખવડ જેલમાં બંધ છે. ત્યારે વધુ એકવાર જેલમાં બંધ દેવાયતને વધુ જેલવાસ ભોગવવો પડશે. અગાઉ હાઈકોર્ટમાં જામીન કરાયા બાદ આ વખતે સેશન્સ કોર્ટમાં જામીન કરાયા હતા પરંતુ કોર્ટે જામીન ફગાવી દીધા છે. જ્યાં સુધી ચાર્જસીટ ફાઈલ નહીં થાય ત્યાં સુધી દેવાયતને જામીન મળવા મૂશ્કેલ લાગી રહ્યું છે. કેમ કે, એક સપ્તાહની અંદર આ બીજી વખત જામીન દેવાયત ખવડના ના મંજૂર કરવામાં આવ્યા હતા.

દેવાયત ખવડે હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી પરંતુ ત્યારે પણ હાઈકોર્ટે ચાર્જસીટ બાદ ફરી જામીન અરજી કરી શકો છો તેવી રાહત આપી હતી પરંતુ ચાર્જસીટ 90 દિવસની અંદર જામીન થાય છે ત્યારે દેવાયતને વધુ જેલમાં રહેવાનો વારો આવ્યો છે. આ વખતે દેવાયત ખવડે જામીન અરજીની અંદર લોકડાયરાના સ્ટેજના કાર્યક્રમો શિવરાત્રીની અંદર હોવાથી તેમજ લગ્ન પ્રસંગ સહીતના અન્ય પ્રસંગોમાં સ્ટેજના કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે આ વખતે પણ આ અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા દેવાયત ખવડનો જેલવાસ વધુ લંબાવાયો છે.

રાજકોટના સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ રાણા નામના યુવક પર ગત 7 ડિસેમ્બરના રોજ હુમલો કર્યો હતો. લોક સાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ ઝઘડો જૂની અદાવતમાં થયો હતો. દેવાયત ખવડ તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી પણ વાયરલ થયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -