24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સંસદમાં પોર્ન જોતા પકડાઈ ગયા સાંસદ, હોબાળો થયા પછી આપવું પડ્યું રાજીનામું


સર્બિયના એક સાંસદનો ગૃહમાં પોર્ન જોવાનો વીડિયો વાયરલ થયા બાદ ભારે હોબાળો થયો. સંસદ ટીવી ચેનલના પ્રસારણ દરમિયાન સાંસદની હરકત કેમેરામાં કેદ થઈ ગઈ. જેના કારણે તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. આ મામલે સાંસદના એક સાથીદારે તેમની આકરી ટીકા કરી છે.

અહેવાલ મુજબ, ગૃહમાં એક મહત્ત્વપૂર્ણ વિષય પર ચર્ચા થઈ રહી હતી, તે સમયે સર્બિયાની સોશિયલિસ્ટ પાર્ટીના સાંસદ ઝ્વોનિમિર સ્ટીવિક ગૃહમાં પોર્ન જોઈ રહ્યા હતા. સ્ટીવિક પોતાના મોબાઈલ ફોન પર પોર્નોગ્રાફી જોતા સંસદ ટીવી કેમેરામાં કેદ થઈ ગયા. બાદમાં તેમના આ કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ ગયો.

સ્ટીવિક સર્બિયન સંસદની ‘કમિટી ફોર કોસોવો’ ના અધ્યક્ષ હતા. સદનમાં કોસોવોના જ ભવિષ્ય પર ચર્ચા ચાલી રહી હતી. આ ગંભીર વિષય પર ચર્ચા કરતી વખતે સ્ટીવિક પોર્નોગ્રાફી જોતો પકડાઈ ગયો. જે બાદ તેમને તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

હંમેશા અશ્લીલ સાંસદ રહેશો’

આ મામલે પ્રતિક્રિયા આપતા ગૃહમાં સ્ટીવિકની સહકર્મી ઈવિકા ડેસિકે કહ્યું- આ એક ભયંકર ઘટના છે. એક કૌભાંડ છે. સ્ટીવિક, તમારે રાજીનામું આપવું જ યોગ્ય છે. તમે હવે પદ પર ન રહી શકો, કારણ કે તમે તેની સાથે ડીલ ન કરી શકો. તમે હંમેશા એક અશ્લીલ સાંસદ રહેશો.

જોકે, આ પ્રકારની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે એપ્રિલમાં, બ્રિટિશ સાંસદ નીલ પેરિશને ગૃહમાં તેમના ફોન પર પોર્નોગ્રાફી જોતા બે વખત પકડાયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઘટના સાર્વજનિક થયા બાદ પત્રકારો સાથે વાત કરતા પેરિશે કહ્યું હતું કે – આ સંપૂર્ણપણે મારી ભૂલ હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -