24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

બનાસકાંઠા: બનાસ સિવિલ હોસ્પિટલમાં જટિલ ગણાતા આંતરડાની નિ:શુલ્ક સફળ બાયપાસ સર્જરી કરાઈ


બનાસ સિવિલ હોસ્પિટલમાં જટિલ ગણાતા આંતરડાની નિ:શુલ્ક સફળ બાયપાસ સર્જરી કરાઈ .

પ્રાયવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયામાં થતી સારવાર નિ:શુલ્ક કરી વીસમાં દિવસે રજા અપાઈ.

ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ સિવિલ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તબીબી સેવામાં મોખરે છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના કરશનપુરા ગામના રહીશ ૪૫ વર્ષીય મહિલાએ એકાદ મહિના અગાઉ એસીડ પીધું હતું જેના કારણે પેટના ભાગમાં આંતરડા તેમજ જઠરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં કોઈપણ ખોરાક લીધા બાદ તરતજ ઉલટી થતી હતી. દર્દીની હાલત કફોડી જોતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગ ના ડોક્ટર દ્વારા દર્દીના રીપોર્ટ કરવાનું જણાવતા તમામ રિપોર્ટ કરાવ્યા બાદ જાણવા મળતા જઠર અને નાના આંતરડા વચ્ચે બ્લોકેજ જોવા મળતા દર્દીને વોર્ડમાં દાખલ કરી ખોરાક જઠરથી આગળ વધતો ન હોવાથી જઠર અને નાના આંતરડા વચ્ચે સર્જરી વિભાગના ડોક્ટર કલ્પેશ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.ઓપરેશન પછી દર્દી એકદમ સ્વસ્થ થતા નોર્મલ રીતે ખોરાક ખાતું થયું હતું .આ અંગે દર્દીના સગાએ ડોક્ટર તેમજ નર્સિંગ ટીમનો આભાર વ્યકત કર્યો હતો. દર્દી સપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.

બનાસ મેડીકલના કોલેજના આદ્યસ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નો થકી બનાસ મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે. ચૌધરી માર્ગદર્શન હેઠળ બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે.તેમજ ભવિષ્યમાં વધુ આધુનિક સારવાર મળી રહે તે માટે નવા સાધનો વસાવવામાં આવી રહ્યા છે.તથા ઓપરેશન થીયેટરો સુસજ્જ કરવામાં આવી રહ્યા છે. જેથી બનાસકાંઠાની જનતાને અતિ આધુનિક અને સારામાં સારી સારવાર મળી રહેશે…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -