લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈનિકો પેટ્રોલિંગ પર છે. અન્ય જગ્યાઓ પર ટેક્નોલોજી દ્વારા દુશ્મનો પર નજર રાખવામાં આવી રહી છે. ભારતીય સેના ચીનની કોઈપણ આક્રમક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. ભારતીય સેનાએ મંગળવારે કહ્યું કે તે લદ્દાખ સેક્ટરમાં ચીનની કોઈપણ આક્રમક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપશે. દેશની અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે સૈનિકોના પેટ્રોલિંગની સાથે સાથે ટેકનિકલ માધ્યમોનો પણ ચોક્કસ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવું કહીને સેનાએ તે તમામ દાવાઓનું પણ ખંડન કરી દીધું છે કે જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે સેનાએ એલએસી પર ઘણા સ્થળોએ પેટ્રોલિંગ કરવાનું બંધ કરી દીધું છે અને તેને ચીન માટે છોડી દીધું છે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે સૈનિકો સતત LAC પર પેટ્રોલિંગ કરી રહ્યા છે, અન્ય બિંદુઓ પર પણ ટેક્નોલોજી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
સેનાના ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ બદામી બાગ છાવણી વિસ્તારમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયા-યૂક્રેન યુદ્ધે વિક્ષેપકારક અને દ્વિ-ઉપયોગની તકનીકોનો ઉપયોગ જેવા ઘણા પાઠ શીખવ્યા છે. LAC પર યથાસ્થિતિને એકપક્ષીય રીતે બદલવાના ચીનના પ્રયાસો સામે અમારો પ્રતિસાદ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા તાત્કાલિક, બોલ્ડ અને સંકલિત કાર્યવાહીના સ્વરૂપમાં છે. એટલે કે જો ચીન કોઈપણ પ્રકારની એકપક્ષીય કાર્યવાહી કરે છે તો તેની માટે સારું નહીં હોય. ભારતીય સેના દરેક સમયે ચીનની કોઈપણ હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.
ચીનને જવાબ આપવા માટે આર્મી અને એરફોર્સ સાથે નેવી પણ તૈયાર
લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે માત્ર આર્મી જ નહીં, પરંતુ વાયુસેના અને નૌકાદળ પણ ચીનની કોઈપણ આક્રમક યોજના અથવા પ્રયાસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ત્રણેય દળો સંપૂર્ણ સંકલન અને મજબૂત ઈરાદા સાથે ચીનના દરેક પગલાની ગણતરી કરશે. તેમણે કહ્યું કે એલએસસી પર સ્થિતિના રાજદ્વારી અને ઓપરેશનલ સ્તરે ઉકેલવાનાં પગલાં એકસાથે ચાલી રહ્યાં છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે (આપણા) સૈનિકો પૂર્વ લદ્દાખમાં LAC પર પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ત્યાં તકનીકી માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
દરેક નવા પડકાર, સેનાને સ્વીકાર
આપણી પ્રાદેશિક અખંડિતતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સતત વિકસતા જોખમો અને પડકારોનો સામનો કરવા માટે ઉત્તર કમાન્ડમાં સજ્જતા અને મનોબળ ઉચ્ચ સ્તરે છે. ઉત્તર અને પશ્ચિમી સરહદો પર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સુરક્ષાની સ્થિતિના ક્ષેત્રમાં ખાસ જુદાં-જુદાં દુશ્મનો તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અમે દેશની લોકતાંત્રિક પરંપરાઓને જાળવી રાખીને ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. આર્મી કમાન્ડરે કહ્યું, “અમે સતત તકેદારી રાખીએ છીએ, તમામ ઘટનાઓ પર નજર રાખીએ છીએ અને અમારા રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લઈશું.” આર્મી કમાન્ડરે એનો પણ ઉલ્લેખ કર્યો કે સાયબર અને અવકાશ નવા યુદ્ધ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યા છે.

