રાજસ્થાનના જેસલમેરમાં આવેલો સૂર્યગઢ પેલેસ એક ભવ્ય કિલ્લો છે. જેસલમેર શહેર અને રાજ્યના શાહી જીવન અને વારસા માટે જાણીતો છે. સેલિબ્રિટી કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના 6 ફેબ્રઆરીએ લગ્નનું શાહી કિલ્લામાં કરવાનું આયોજન છે.



હવેલી હોટલ સૂર્યગઢમાં ઘર જેવી ફીલિંગ આવે તે માટે ત્રણ જેસલમેર હવેલીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક હવેલીમાં 20જુદા જુદાં રૂમ હોય છે. સ્વિમિંગ પૂલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સૂર્યગઢ પેલેસનું એક દિવસના 1 લાખ રૂપિયા સુધીનું ભાડું છે.

લેક સાઇડ અને સેલિબ્રેશન નામનું ગાર્ડન ફંક્શન માટે 2 મોટા ગાર્ડનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બંને ગાર્ડનમાં ફંક્શન્સનું આયોજન કરવામાં આવે છે.જેના કારણે તેમનું નામ પણ થોડું લેક સાઇડ અને સેલિબ્રેશન છે. બંનેની બેસવાની ક્ષમતા લગભગ 350થી 400 લોકોની છે. હોટલમાં દરરોજ સાંજે 7:30 થી 8:30 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મહેમાનો માટે એક દિવસ સૂફી અને એક દિવસ રાજસ્થાની લોકગીતો રજૂ કરવામાં આવે છે. આ બધી ઘટનાઓ સનસેટ પેટિયો ગાર્ડનમાં થાય છે.

ઓર્ગેનિક ગાર્ડન, મિની ઝૂ અને હોર્સ રાઇડિંગ
કેમિકલના ઉપયોગ વગર શાકભાજી સો ટકા ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે. જેનો ઉપયોગ હોટલના સલાડમાં કરવામાં આવે છે. ઘોડેસવારીની સુવિધા પણ છે.જે ઇન-હાઉસ મહેમાનો માટે મફત છે. જેમાં તળાવની બાજુમાં ત્રણ ઘોડા તમને ઘોડે સવારી કરાવે છે.

વર્લ્ડ ક્લાસ સ્પા, એરેના નામનું જિમ સાથે સ્વિમિંગ પૂલ છે. આ પૂલનું નામ ‘નીલ’ છે. આ સ્વિમિંગ પૂલમાં ગરમ પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. શિયાળામાં પણ મહેમાનો આરામથી સ્વિમિંગની મજા માણે છે. આ સાથે જ સેન્ડ નામનું વર્લ્ડ ક્લાસ સ્પા, અખાડા નામનું જિમ પણ છે. જેમાં મહેમાનને તમામ પ્રકારની કસરત કરવાની સુવિધા મળે છે. કાર્ડ્સ નામની એક ઇન્ડોર ગેમ પણ છે. જેમાં તમને કાર્ડ અને બિલિયર્ડ ગેમ્સ રમવા મળે છે. હોટલમાં દ્રાક્ષ નામનું એક બાર પણ છે, જ્યાં તમને દેશ અને દુનિયાનો સૌથી મોંઘો દારૂ પ્રાપ્ત થઈ શકે છે.

