26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

હેરાન કરનારા 3 રોમિયોને યુવતીએ કહ્યું- ગાડી ઊભી રાખ…વીડિયો વાયરલ થયો, પોલીસે 30 કિમી પીછો કરી રોમીયો ઝડપ્યા


વડોદરા શહેરમાં ઓટોરિક્ષામાં જતી એક યુવતીને બાઇકસવાર ત્રણ રોમિયોએ હેરાન કરી હતી. આ ઘટનાનો વીડિયો યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને વડોદરા પોલીસ પાસે મદદ કરવા માગ કરી હતી. આથી વડોદરા પોલીસની શી ટીમે 30 કિમી સુધી પીછો કરી ત્રણે રોમિયોને ઝડપી પાડ્યા હતા અને તેમની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા પોલીસે યુવતીનો વીડિયો શેર કર્યો.વડોદરા પોલીસે તેના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં યુવતી પોતાની આપવીતી બતાવે છે. તે કહે છે કે ઓટોરિક્ષામાં જતી વખતે ત્રણ બાઇકસવાર રોમિયોએ તેનો 7થી 8 કિમી સુધી પીછો કર્યો હતો અને હેરાન કરી હતી. દરમિયાન યુવતી તેમણે પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી અને બાઇક ઊભી રાખવાનું કહ્યું. જોકે તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. યુવતીએ તેના બીજા એક વીડિયોમાં કહ્યું કે તેના વીડિયો વાયરલ થતા વડોદરાની શી ટીમ પોલીસ હરકતમાં આવી હતી અને 3-4 દિવસમાં જ ત્રણે યુવકો સામે એક્શન લીધાં હતાં.

યુવતીએ જણાવ્યું કે પોલીસે એ 3 છોકરાઓની પાછળ 30 કિલોમીટર જઈને તેઓએને પકડ્યા અને તેઓની ગાડી ડિટેઇન કરી હતી. આ સાથે યુવતીએ પોલીસની શી ટીમનો આભાર માન્યો છે અને સાથે અપીલ કરી છે કે આવી હેરાનગતિનો સામનો કરતી યુવતીઓએ આવાજ ઊઠાવવો જોઈએ.

યુવતીએ હેડ કોન્સ્ટેબલ જુનેદ સહિત ઇન્સ્પેકટર શકિતસિંહ ગોહિલ અને પોલીસ કમિશનર શમશેરસિંહનો આભાર વ્યક્ત કર્યા હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -