23.3 C
Ahmedabad
Tuesday, March 3, 2026

નડિયાદ: સંતરામ મંદિરમાં મહાસુદ પૂર્ણિમાના મેળાનું આયોજન..તા.3 થી 7 ફેબ્રુઆરી દરમિયાન 12 માર્ગો પર વાહનોનો પ્રવેશ નિષેધ


સંતરામ મંદિર ખાતે મહાસુદ પુર્ણિમાનો મેળો યોજાનાર છે. જેને પગલે તા. 3 થી 7 ફેબ્રઆરી સંતરામ રોડ પર વાહનોનેનો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. 12 માર્ગો પર વાહનોને પાબંદી લાગુ કરવામાં આવી છે..જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી સંતરામ રોડને 4 દિવસ માટે વાહન વ્યવહાર માટે પ્રતિબંધીત જાહેર કર્યો છે.

આ દિવસો દરમિયાન જુદા જુદા 12 માર્ગો પરથી સંતરામ રોડ તરફ આવતા વાહનોને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવા જણાવવામાં આવ્યું છે.  તા.3 થી 7 ફેબ્રુઆરી દરમિયાન શ્રી સંતરામ મંદિર ખાતે મહાસુદ પુર્ણિમાનો મેળો યોજાનાર છે. જેમાં તા.5 ના રોજ સાકર વર્ષાનો કાર્યક્રમ યોજાશે. આ 4 દિવસ દરમિયાન નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લાખ્ખોની સંખ્યામાં લોકો શ્રી સંતરામ મહારાજના દર્શને, મેળામાં મહાલવા તેમજ સાકર વર્ષાનો લહાવો લેવા આવતા હોઈ દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંતરામ રોડ પર વાહન વ્યવહાર પ્રતિબંધીત કરવામાં આવે છે.

વાહનો માટે બંધ કરાયેલા રસ્તા

એસ.ટી.સ્ટેન્ડ થી અક્ષર મોટલ સર્કલ થઈ સંતરામ રોડ 

પીજ ભાગોળ ચોકથી જુની જયંત શાહ હોસ્પિટલ તરફ 

વૈશાલી સિનેમા રેલ્વે ગરનાળા તરફથી મોટી શાક માર્કેટ થઈ ટ્રાફીક ચોકી તરફ, 

માઈ મંદિરથી વર્ગો કોમ્પલેક્ષ તરફ સહિતના 12 માર્ગોનો સમાવેશ થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -