મંગળવારનો દિવસ બારડોલીના પરિવાર માટે અમંગળ સાબિત થયો હતો. જેમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી ફેલાઈ છે. મહારાષ્ટ્રના તલાસરી નજીક મુંબઈ અમદાવાદ હાઇવે નંબર 48 પર લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કોડા કારમાં સવાર બારડોલી નાં ચાર લોકો નાં કમકમાટી ભર્યા મોત થયા છે.

ઘટના અંગે મળતી વિગત મુજબ મુંબઈ અમદાવાદ હાઇવે પર વલસાડ જિલ્લાની સરહદે આવેલ મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાની હદમાં મહાલક્ષ્મી મંદિર નજીક આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોનાં મોત થતા ચકચાર મચી છે ..અકસ્માત એટલો ગંભીર હતો કે, તમામ મૃતકો ને કારના દરવાજા કાપી બહાર કાઢવામાં આવ્યા હતા..


મૃતક પરિવાર ગુજરાતનાં બારડોલીનો હતો. જેઓ મુંબઈ જઈ રહ્યા હતા.અને ત્યાથી પરિવાર વિદેશ જવાનો હતો કાર ચાલકને મળસ્કે ઝોકૂ આવી જતાં કાર સામે તરફથી આવતી લક્ઝરી બસ માં અથડાઈ હતી. જેમાં સ્કોડા કારનાં ફુરચેફુરચા ઊડી ગયા હતા. ગમખ્વાર અકસ્માતમાં કાર માં સવાર ત્રણ પુરુષ અને એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતુ. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

