35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

રશિયાએ માત્ર 19 વર્ષની યુવતીને આતંકી જાહેર કરી, નજરકેદ પણ કરાઈ, જાણો શું છે કારણ?


રશિયાએ 19 વર્ષની યુવતીને આતંકવાદી જાહેર કરીને તેનું નામ આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યું છે. એટલે કે રશિયા આ છોકરીને IS, અલ-કાયદા અને તાલિબાન જેટલી ખતરનાક માને છે. આટલું જ નહીં તેને જેલની સજા પણ થઈ છે. નવાઈની વાત એ છે કે રશિયાએ આ છોકરીને માત્ર યુક્રેન હુમલાનો વિરોધ કરવા બદલ આ સજા ફટકારી છે. જેલની સજા ભોગવનાર યુવતીનું નામ ઓલેસા ક્રિવત્સોવા છે. તે રશિયાના અર્ખાંગેલ્સ્ક શહેરમાં તેની માતા સાથે રહે છે.

ઓલેસ્યા ઓક્ટોબર, 2022માં રશિયાનો વિરોધ કર્યો

મીડિયા રિપોર્ટ મુજબ, 8 ઓક્ટોબરે રશિયા પર યુક્રેનિયન હુમલા બાદ ઓલેસાએ સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ કરી હતી. વાસ્તવમાં, આ દિવસે યુક્રેને રશિયાના કર્ચ પુલને ઊડાવી દીધો હતો. આ પુલ રશિયાને ક્રિમિયા સાથે જોડે છે. પોતાની પોસ્ટમાં તેણે યુક્રેન પર રશિયન હુમલાનો વિરોધ કર્યો હતો. રશિયન સેનાનું પણ અપમાન કર્યું હતું. ત્યારથી તેને નજરકેદ રાખવામાં આવી હતી.

પુતિન વિરોધી ટેટૂ મેળવ્યું

માહિતી મુજબ, ઓલેસાની અટકાયત બાદ તેના પગમાં ટ્રેકર ફીટ કરવામાં આવ્યું છે, જેના થકી રશિયન અધિકારીઓ તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. નજરકેદમાં રાખ્યા પછી, ઓલેસાએ તેના પગ પર સ્પાઈડર ટેટૂ કરાવ્યું. આ કરોળિયાનું શરીર પુતિનના ચહેરા જેવું બનાવવામાં આવ્યું છે. સાથે લખ્યું છે- મોટા ભાઈ તમને જોઈ રહ્યા છે.

ઓલેસા પર સૈન્યનું અપમાન કરવાનો આરોપ

ઓલેસા પર સેનાનું અપમાન કરવાનો આરોપ છે. તેના વકીલોનું કહેવું છે કે તેને ત્રણથી સાત વર્ષની સજા થઈ છે, પરંતુ તેઓ આ સજા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. વકીલોએ કહ્યું- હાલ ઓલેસા નજરકેદ છે. અમે ઈચ્છીએ છીએ કે તેને દંડ ભરવાની સજા કરવામાં આવે અને પછી તેને મુક્ત કરવામાં આવે. આ પહેલીવાર નથી જ્યારે ઓલેસ્યા પકડાઈ હોય. મે, 2022માં પણ તેના પર સેનાની ટીકા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. દરમિયાન તેણે યુદ્ધ વિરોધી પોસ્ટરોનું વિતરણ પણ કર્યું હતું.વકીલોનું કહેવું છે કે એક જ કલમ હેઠળ વારંવારના ગુનાઓ ફોજદારી કેસ બની જાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -