જામનગરમાં પેપર લીક થવાને કારણે રવિવારે સવારે 11 વાગ્યે યોજાનારી પંચાયત જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા મુલતવી રાખવામાં આવ્યા બાદ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ રવિવારે વડોદરા સહિતમાંથી 16 આરોપીઓની પ્રશ્નપત્રો સાથે ધરપકડ કરી હતી.
પોલીસ અધિક્ષક (SP) ગુજરાત ATS સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, “ગુજરાત ATS એ લોકો પર સતત નજર રાખી રહી હતી જેઓ અગાઉના પેપર લીકની ઘટનાઓ સાથે સંકળાયેલા હતા. વડોદરામાંથી પ્રશ્નપત્રો સાથે 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ખૂબ જ સંગઠિત આંતર-રાજ્ય ગેંગ છે. સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો. વધુ તપાસ ચાલુ છે.”
એસપીએ ઉમેર્યું, “અમારે એ સુનિશ્ચિત કરવાનું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય. પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવી જોઈએ. ગુજરાત પોલીસ અને ગુજરાત ATSએ રાજ્ય સરકારની સૂચના બાદ સક્રિય અભિગમ સાથે કામ કર્યું.”
અગાઉ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગરે જણાવ્યું હતુ કે પરીક્ષા આવનારા 100 દિવસોમાં વહેલી તકે નવેસરથી લેવામાં આવશે. જેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
બોર્ડે જણાવ્યું, “ઉમેદવારોના મોટા હિતમાં, બોર્ડ દ્વારા 29-01-2023 ના રોજ સવારે 11-00 વાગ્યે યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષાને ‘સ્થગિત’ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.. દરેક ઉમેદવારને ઉપરોક્ત કારણોસર પરીક્ષા કેન્દ્ર પર ન જવાની સલાહ આપવામાં આવી હતી. સદર પરીક્ષા વહેલી તકે નવેસરથી લેવામાં આવશે, જેની તારીખ ટૂંક સમયમાં બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે.”
વધુમાં જણાવાયું કે, “પોલીસ દ્વારા મળેલી માહિતીના આધારે, એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ઉપરોક્ત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. ફોજદારી પોલીસ કાર્યવાહી અને વધુ તપાસ કરવામાં કરવમાં આવશે.
પરીક્ષા માટે જામનગર કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ નિરાશા અને ગુસ્સો વ્યકત કરી ગુનેગારો સામે સરકાર દ્વારા કડક કાર્યવાહીની માંગણી કરી હતી.
નોંધનીય છે કે, જામનગરમાં પરીક્ષા માટે કુલ 26,882 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જ્યારે રાજ્યભરમાં 7,00,000 થી વધુ લોકો પરીક્ષામાં બેસશે તેવી અપેક્ષા હતી.

