બનાસકાંઠાની યશકલગીમાં એક પીંછું ઉમેરાયું છે.રાજસ્થાનના જયપુરમાં ચાલી રહેલી 3rd IMAS Asian KARATE Chempionship માં સૃષ્ટિ માલુણા એ 9 વર્ષ ની કેટેગરી કરાટે ફાઈટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.પાલનપુર રોટરી ક્લબ ખાતે મહિલા સશક્તિકરણ (Empowerment) તાલીમ મેળવી રહેલી 40 દીકરીઓ માંથી 5 દીકરીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં 1 સિલ્વર, 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. તેવું કરાટે કોચ કલ્પેશભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આજની મહિલા દરેક ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ વધારી રહી છે. ત્યારે પાલનપુર તાલુકા માલણના વતની સૃષ્ટિના પિતા શિક્ષક જી.કે.માલુણાએ કહ્યું હતું કે દીકરીઓને કરાટે થકી સ્વરક્ષણ અને બહાદુર અને આત્મનિર્ભર બનાવવી જોઈએ અને મહિલાઓને જીવન અને ગૌરવ આપવાનો છે અને હિંસાનું ચક્ર તોડવાનો છે.,, સાચા કૌટુંબિક મૂલ્યો અને તેની અસરનું મહત્વ સમજાવતા,સમાજની મહિલાઓ સશક્ત હશે તે સમાજ ચોક્કસ પ્રગતીશીલ બનશે.

કરાટેની 3rd IMAS Asian KARATE Chempionship જયપુર ખાતે યોજાયેલી કરાટેની સ્પર્ધાઓમાં ભાગ લઈ સિલ્વર મેડલ અને પ્રમાણ પત્ર મેળવી સૃષ્ટિએ બનાસકાઠા જિલ્લા સહિત પરિવારનું નામ રોશન કર્યું છે.

