ગુજરાતના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષાનો ઐતિહાસિક ચુકાદો.. મકાનનું બાંધકામ પૂરું ન કરી આપનાર કોન્ટ્રાક્ટર ને ગ્રાહક માનસિક ત્રાસ બદલ રૂપિયા 1,00,000/- ચૂકવી આપવા કોર્ટે હુકમ કર્યો..
ગુજરાતની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક ગ્રાહક સુરક્ષા સંસ્થાના પ્રયાસોથી વધુ એક ગ્રાહકને ન્યાય મળ્યો છે. બિલ્ડરના મનસ્વીપણાની સામે કોર્ટ એ માનસિક ત્રાસ બદલ રૂ.એક લાખ ચૂકવવા અને કામ પૂર્ણ કરવા હુકમ કરતા કોન્ટ્રાકટર માં ફફડાટ ફેલાયો હતો..

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગાદલાવાડા ગામે રહેતા રૂપલબેન પઢીયાર અને સોમાલાલ મકવાણાને પાલનપુર તાલુકાના ગાદલવાળા ગામે મકાન બનાવવાનું હોવાથી ગ્રાહકે પાલનપુર ખાતે મકાન બનાવી આપનાર કોન્ટ્રાક્ટર સુનીલ આર. ગોહિલ, સાગર આર.ગોહિલ અને રામકિરણજી ગોહિલનો સંપર્ક કરી તેમની સાથે ભાવ નક્કી કર્યો હતો. 630 ફૂટના મકાન બાંધકામ માટે 850 રૂપિયા પ્રતિ ચોરસફૂટના ભાવ નક્કી કરી મકાન બનાવી આપવા માટે કરાર લેખ કર્યો હતો.

અને એ કરાર લેખ મુજબ કરારમાં જણાવેલી શરતોને આધીન રહી ત્રણ માસમાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું હતું .પરંતુ બિલ્ડર કોન્ટ્રાક્ટરે ગ્રાહક પાસેથી સાડા ચાર લાખ રૂપિયા જેટલી મોટી રકમ લીધા બાદ પણ કામ પૂરું કરી આપ્યું ન હતુ..જેથી ગ્રાહકની ફરિયાદ બાદ કોર્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરીને કોન્ટ્રાકટર ને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો.

