26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

આણંદ : એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા લતા પટેલનું પ્રસંશનીય કામગીરી બદલ સન્માન કરાયું.


આણંદ જિલ્લા અધિક્ષકની કચેરીમાં અરજી શાખામાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા લતા પટેલનું પ્રસંશનીય કામગીરી બદલ જિલ્લા કલેકટર ડી.એસ ગઢવીના વરદ હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આણંદ જિલ્લાના મહિલા સહિત 28 જેટલાં અન્ય પોલીસ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

લતા પટેલે એ.એસ.આઇ.ની ફરજ દરમિયાન આણંદ જુદા જુદા શહેર તેમજ ગ્રામ્ય કક્ષાએથી જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવતા નાગરિકોને શાંતિપૂર્વક સાંભળી તેઓની અરજીની યોગ્ય તપાસ તેમજ જરૂરી કાર્યવાહી કરાવડાવી હતી. સાથો સાથે અરજદારોને યોગ્ય પ્રત્યુત્તર પાઠવ્યો હતો.

પોલીસ પ્રજાનો મિત્ર છે તેવી ભાવના સાર્થક કરી હતી.લતા પટેલે નિષ્ઠાપૂર્વક ઉત્તમ અને ગર્વયુક્ત ફરજ નિભાવતા 74 માં ગણતંત્ર દિવસે શુભેચ્છા સહ સન્માનિત કરવામાં આવ્યા હતાં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -