25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ડાકોરમાં વસંત પંચમીના પવિત્ર દિવસે ફાગ ઉત્સવના વધામણાં કરાયા, ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા..


ડાકોરમાં વસંત પંચમીના પવિત્ર દિવસે ફાગ ઉત્સવના વધામણાં કરાયા, ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા યાત્રાધામ ડાકોરમાં વસંત પંચમીનું આગવું મહત્વ રહેલું છે. ફાગ ઉત્સવના વધામણાં આ દિવસે કરવામાં આવે છે. ચાંદીની પિચકારીથી કેસુડાના રંગથી કાળીયા ઠાકોરને વસંતના ફાગ ખેલવામાં આવે છે. સતત 40 દિવસ સુધી આ રીતે ભક્તો પર અબીલ, ગુલાલના અમી છાંટણાં સેવકો દ્વારા કરવામાં આવે છે. રણછોડજીએ ભક્તોને દર્શન યાત્રાધામ ડાકોરમાં વસંત પંચમીની ગુરુવારે ઉજવણી કરાઈ. દૂર દૂરથી ભાવિક ભક્તો જય રણછોડના નાદ સાથે રણછોડજીના દરબારમાં આવી પહોંચ્યા હતા. રાજાધિરાજ રણછોડજીને ચાંદીની પિચકારીથી કેસુડા તેમજ કેસરથી વસંતના ફાગના વધામણાં કરવામાં આવ્યા હતા. સવારે સફેદ વસ્ત્રો ધારણ કરી સોનાના શંખ,ચક્ર, ગદા, પદ્મતેમજ સોનાની વાસળી,સાથે દેદીપ્યમાન બની રણછોડજીએ ભક્તોને દર્શન આપ્યા. સતત 40 દિવસ સુધી આ રીતે ભક્તો પર અબીલ, ગુલાલના અમી છાંટા સેવકો દ્વારા કરવામાં આવે છે. શણગાર આરતીના સમયે કેસુડા તેમજ અબીલ ગુલાલ કંકુ તેમજ નાળિયેરનો ઘડો મૂકી આરતી ઉતારતા તેમને રંગબેરંગી કલરોથી સેવકો ધ્વારા પ્યારથી રંગવામાં આવે છે. ત્યાર બાદ ભાવિક ભક્તોને આ પ્રસાદી રૂપે તેમની પર પણ રંગોની છોડો ઉડાડવામાં આવે છે. આ દિવસની ભાવિક ભક્તો એક વર્ષથી રાહ જોતા હોય છે. સતત 40 દિવસ સુધી આ રીતે ભક્તો પર અબીલ, ગુલાલના અમી છાંટા સેવકો દ્વારા કરવામાં આવે છે. આ ઉત્સવના પ્રારંભે જ ભાવિક ભક્તો રાજારણછોડજીના દરબારમાં ભાવવિભોર બન્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -