વલસાડ જિલ્લામાં 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રી મુકેશભાઈ ઝીણાભાઈ પટેલની અધ્યક્ષતામાં કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે થશે. આ ઉજવણી નિમિત્તે મંત્રીના હસ્તે વલસાડ હોમગાર્ડ્ઝ દળના વલસાડ યુનિટના આસિસ્ટન્ટ સેક્શન લીડર મહિલા હોમગાર્ડ શ્રીમતી દિપીકાબેન વસંતભાઈ પટેલ અને ધરમપુર યુનિટના આસિસ્ટન્ટ લીડર ગોવિંદભાઈ દેવજીભાઈ ગાંવિતને દળમાં લાંબી, પ્રશંસનીય અને વિશિષ્ટ સેવા આપવા બદલ મુખ્યમંત્રી ચંદ્રકો એનાયત કરાશે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ દરમ્યાન રાજ્ય કે જિલ્લામાં વિશિષ્ટ સેવા પ્રદાન પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય સેવકીય કાર્ય કરનાર વ્યક્તિઓને વિશેષ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. ગત વર્ષે પણ વલસાડ જિલ્લામાં સેવા બજાવનાર પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. એ જ ક્રમમાં આ વર્ષે પણ હોમગાર્ડની ફરજમાં ઉત્કૃષ્ટ સેવા બજાવનાર વ્યક્તિઓને સન્માનિત કરી એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે. જેમાં હોમગાર્ડ માં ફરજ બજાવતા એક મહિલા હોમગાર્ડ અને એક પુરુષ હોમગાર્ડના નામની જાજેરાત થતા જિલ્લાના હોમગાર્ડ માં ખીશીની લહેર ફેલાઈ છે.

