23.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

બીવી દોશીએ દુનિયાને કહ્યું અલવિદા, અમદાવાદમાં અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો


દેશ અને વિદેશના આર્કિટેક્ટ બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીનું અમદાવાદમાં નિધન થયું છે. તેમનું 95 વર્ષની જેફ વયે નિધન થયું છે. બી.વી.દોશીની ડિઝાઈન ભારતની કેટલીક સૌથી પ્રતિષ્ઠિત ઈમારતોમાં જોઈ શકાય છે. તેમણે તેમના ક્ષેત્રમાં ટોચના સન્માન મેળવ્યા છે. ત્યારે આજે તેમને અરફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમની અંતિમયાત્રા આજે બપોરે તેમના નિવાસસ્થાન કમલા હાઉસથી નીકળી હતી અને તેમના અંતિમ સંસ્કાર થલતેજ સ્મશાનભૂમિ ખાતે કરાયા હતા. જેમાં પરીવાર અને નજીકના સંબંધીઓ, મિત્રો અને પ્રિયજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.બાલકૃષ્ણ દોશીએ 1955માં તેમનો સ્ટુડિયો, વાસ્તુ શિલ્પ કન્સલ્ટન્ટ્સની સ્થાપના કરી. તેમણે ભારતમાં સ્વદેશી ડિઝાઇન અને આયોજન ધોરણો વિકસાવવામાં મદદ કરવા માટે વાસ્તુ શિલ્પ ફાઉન્ડેશનની સ્થાપના કરી.

સાત દાયકાની કારકિર્દીમાં 100થી વધુ મોટા પ્રોજેક્ટ પૂર્ણ કર્યા

પદ્મશ્રી અને પદ્મ ભૂષણ બીવી દોશીએ ભારતના પ્રથમ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીએ સાત દાયકાની કારકિર્દીમાં 100થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા. આમાંની ઘણી સાર્વજનિક સંસ્થાઓ હતી. ભારતની પરંપરાઓ, જીવનશૈલી અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી.

ચંદીગઢનો માસ્ટર પ્લાન બનાવ્યો 

બાલકૃષ્ણ દોશીનો જન્મ 26 ઓગસ્ટ 1927ના રોજ પુણેમાં થયો હતો. તેમણે સ્વિસ-ફ્રેન્ચ આર્કિટેક્ટ, ડિઝાઇનર, શહેરી આયોજક અને અગ્રણી આર્કિટેક્ટ લ કોર્બ્યુઝિયરના સહાયક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમણે ચંદીગઢ માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો. તેમણે વિખ્યાત આર્કિટેક્ટ લુઈસ કાહ્ન સાથે પણ કામ કર્યું હતું. ભારતની કેટલીક સૌથી પ્રતિષ્ઠિત ઇમારતોમાં બી.વી. દોશીનું આર્કિટેક્ચર સામેલ છે.

અત્યાર સુધીમાં આ આઇકોનિક ઇમારતો યાદગીરી રુપે છોડી ગયા 

બેંગ્લોર અને ઉદયપુરમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, દિલ્હીમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી, ટાગોર મેમોરિયલ હોલ, ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજી અને પ્રેમાભાઈ હોલનો પણ સમાવેશ થાય છે. માસ્ટર આર્કિટેક્ટ બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીના મુખ્ય પ્રોજેક્ટ્સમાં 1958માં અટીરા ગેસ્ટ હાઉસ, 1966માં CEPT યુનિવર્સિટી અને 1994માં અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -