26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

બનાસ સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલમાંથી વધુ એક દર્દીને રજા અપાઈ 


બનાસકાઠાના વડગામ તાલુકાના છાપી જોયતીપુરા પરા વિસ્તારમાં આવેલા ૧૩ વર્ષીય કિશોરીને તાવ આવતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયા હતા.અને ત્યાના તબીબ દ્વારા સારવાર બાદ વધુ સારવાર અર્થે ૧૦૮ મારફતે પાલનપુરની બનાસ જનરલ હોસ્પિટલ ખાતે ૧૬ જાન્યુઆરીના દિવસે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કિશોરીને શરદી ખાંસી આંખની બળતરા શ્વાસ લેવામાં તકલીફ તેમજ તાવના લક્ષણો જોવા મળતા સિવિલના તબીબો દ્વારા તપાસ કરવામાં આવતા કિશોરીનું સેમ્પલ લઈને રીપોર્ટ કરવામાં આવતા કોરોના પોઝેટીવ જણાતા કોવીડવોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે સ્ટીરોઇડના ઇન્જેક્શનો તેમજ એન.આર.બી.એમ.માસ્ક દ્વારા ઓક્સિજન આપવામાં આવ્યું હતું.

બાળકીની તબિયતમાં સુધારોના આવતા ૫ દિવસ રેમડેસિવિર ઈન્જેકશનો તેમજ લોહીને પાતળું કરવા ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જેમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ બાળરોગ નિષ્ણાંત ડોક્ટર અજીત શ્રીવાસ્તવ ,ડો ભાવિ શાહ ,ડો વર્ષા પટેલ તેમજ નર્સિગ સ્ટાફ દ્વારા સતત દેખરેખ હેઠળ બાળકીના તમામ રીપોર્ટ કરાવ્યા બાદ બાળકી સપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. કોરોનાની ત્રીજી લહેરમાં બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધી કોરોનાના પોઝેટીવ ૯ જેટલા કેશો નોધાયા છે. જેમાં ૩ દર્દીઓ મોતને ભેટ્યા હતા અગાઉ ૪ દર્દીઓ કોરોનાને માત આપી રજા આપવામાં આવી હતી. ત્યારે  વધુ એક કોરોના પોઝેટીવ દર્દીને સોમવારે સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. બાળકીના પિતાએ ખુશી વ્યક્ત કરી હતી. હાલમાં બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે ૧ દર્દી સારવાર હેઠળ છે .બનાસ મેડીકલ કોલેજના આદ્યસ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નો થકી બનાસ મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે. ચૌધરી માર્ગદર્શન હેઠળ બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. તેમજ ભવિષ્યમાં વધુ આધુનિક સારવાર મળી રહે તે માટે નવા સાધનો વસાવવામાં આવી રહ્યા છે. તથા ઓપરેશન થીયેટરો સુસજ્જ કરવામાં આવી રહ્યા છે. જેથી બનાસકાંઠાની જનતાને અતિ આધુનિક અને સારામાં સારી સારવાર મળી રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -