31 C
Ahmedabad
Monday, March 2, 2026

પ્રાંતિજના તાજપુરમા શેઢા વચ્ચે રહેલા ઝાડ કાપવાને લઈને તકરાર,એક યુવકને માર માર્યો


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ખાતે શેઢા વચ્ચોવચ રહેલા કાંટાળી બોરડીઓ તથા અંણીઓના ઝાડ દુર કરવાને લઈને મારામારી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરીયાદ થઈ હતી.

પ્રાંતિજના તાજપુરમાં રહેતા જીગ્નેશ પટેલ કે જેવોએ પોતાના ખેતરનો શેઢો તથા પાસે આવેલા ખેતરના શેઢો એક હોય જીગ્નેશ પટેલ દ્રારા નેનસિંહ રામસિંહ ઝાલાના કુટુંબીભાઇ બાબુસિંહને સાથે રાખીને શેઢા ઉપર ઉગેલા કાંટાવાળા બોરડીના ઝાડ તથા અંણીઓના ઝાડ જેસીબીની મદદથી કાઢી નાખતા તેની અદાવત રાખીને નેનસિંહ રામસિંહ ઝાલા, જીગ્નેશ પટેલને આવીને કહેવા લાગેલાા કે શેઢા ઉપર ઉગેલ ઝાડ મને પુછયા વગર કેમ કાઢી નાખ્યા તેમ કહેતા જીગ્નેશ પટેલે કહ્યુ કે તમારા કુટુંબીભાઇ બાબુસિંહની હાજરીમા આ ઝાડ શેઢા ઉપરથી નડતા હોય કઢાવેલ છે તેમ કહેતા નેનસિંહ રામસિંહ ઝાલાએ કહ્યુ કે આ ખેતર બાબુસિંહ એકલાનુ નથી. તેમ કહી મા-બેન સામી બિભત્સ ગાળો બોલવા લાગતા જીગ્નેશ પટેલને ગાળો બોલવાની ના પાડતા નેનસિંહ ઝાલા એકદમ ઉશ્કેરાઈ જઈ જીગ્નેશકુમારને બાથે પડી જઇ નીચે પાડી દઈ ગડદાપાટુનો મારમારી જમણા ખભા ઉપર લાતો મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી..ત્યારબાદ જીગ્નેશ પટેલે નેનસિંહ રામસિંહ ઝાલા સામે  પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસ દ્રારા આઇપીસીકલમ ૩૨૩,૫૦૪,૫૦૬,(૨) મુજબ ગુનોનોધી આગળની તપાસ હાથધરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -