23.3 C
Ahmedabad
Tuesday, March 3, 2026

વડોદરા ગેસ લીકેજ થતા માતા પૂત્ર દાઝ્યા, પરિવારે પુત્ર ગુમાવ્યો


વડોદરામાં ગેસ લીકેજ થતાં આગમાં માતા-પુત્ર દાઝી ગયા હતા. જેમાં પુત્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વિસ્ફોટ થતાં જ સોસાયટીના લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ ઘટના બાદ સોસાયટીમાં હોબાળો મચી ગયો હતો. સોસાયટીના લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્ત માતા-પુત્રને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. નયનાબેન બારોટ અને તેનો ત્રણ વર્ષનો પુત્ર દેવાંગ દાઝી ગયા હતા. જેમાં માતા-પુત્રને ગંભીર ઇજા થતાં પુત્રનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

 વડોદરા શહેરના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલા ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં આ આગ લાગી હતી. જ્યારે નયનાબેન તેમના પૂત્રને લઈને ઘરે આવ્યા ત્યારે તેમણે દરવાજો ખોલીને સ્વિચ ઓન કરી તેવામાં જ વિસ્ફોટ થયો હતો.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના મકાન નંબર બી-18માં રહેતા પરિવારના સભ્યો ઘરને તાળું મારી બહાર નીકળી ગયા હતા. દરમિયાન સાંજના સમયે નયનાબેન બારોટ તેમના ત્રણ વર્ષના પુત્ર દેવાંગ સાથે ઘરે આવ્યા હતા ત્યારે જોરથી ધડાકો થતાં દરવાજો ખોલી લાઈટ ચાલુ કરી હતી. ઘરમાં પણ આગ લાગી હતી. બીજી તરફ ઘટના અંગે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે વોટર કેનનનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી. ગેસ લીક ​​થવાના કારણે આગ લાગી હોવાનું પ્રથમ દ્રષ્ટીએ જાણવા મળી રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -