25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ચાના રસીયા અમદાવાદીઓને ચાની ચુસ્કી પડી રહી છે હવે મોંઘી


પેપર કપ પર પ્રતિબંધના કારણે હવે ચા કાચના કપ પર પ્રતિબંધ મુકવામાં આવતા અત્યારે કુલ્હડમાં ચા પીવી પડે છે. લોકોને 10 રૂપિયામાં મળતી ચા માટે 12 અને 15 રૂપિયા ચૂકવવા પડે છે. તેમાં પણ કુલ્હડમાં ચા પીતા હોવ તો વધુ કિંમત ચૂકવવી પડે છે. અડધી ચાની કિંમત 2 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવામાં આવી છે. કેમ કે, પેપર કપની સાઈઝ નાની હોવાથી ચા પણ કટીંગ મળી રહેતી હતી હવે કુલ્હડમાં પીવાથી કે કપમાં પીવાથી ચાની કોન્ટીટી વધી જવાથી ભાવ પણ વધુ લોકોને આપવા પડી રહ્યા છે.

આમાંથી ચા કે કોફીના પાર્સલ લઈ જતા લોકોને સૌથી વધુ ફટકો પડશે. હવેથી ચાના અડધા પાર્સલ માટે 15 રૂપિયા અને કોફીના અડધા પાર્સલ માટે 18 રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે.

એવી આશંકા છે કે સરકારે પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના AMCના નિર્ણયને મંજૂરી આપી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાના પેપર કપ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. પરંતુ ભાજપે આ નિર્ણયનો અમલ કરવા માટે લીલી ઝંડી આપી નથી. આના કારણે હજારો લોકો બેરોજગાર થવાની આશંકા છે. જો કે, અત્યારે તો પ્રતિબંધ મુકવાના કારણે પેપર કપ બંધ થઈ જતા અમદાવાદીઓને ચાની ચુસ્કી માણવી મોંઘી પડી રહી છે. બીજી તરફ પેપર કપનો જે રીતે નિકાલ કરવામાં આવે છે તે જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ યુનિટ માલિકો સફાઈ યોગ્ય કરવા માટે પેપર કપ બંધ ના કરાવવા જોઈએ તેમ કહી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -