22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

જંત્રીમાં ક્યાંક બજાર ભાવથી ઊંચા દર, કેટલાંક સર્વે નંબરો જ લાપતા


જુનાગઢ એડવોકેટ કમ નોટરી અશ્વિન મણીયારે મુખ્યમંત્રીને પઠવાયેલા પત્રમાં ધ્યાન દોરવામાં આવ્યું છે કે જવાબદાર વિભાગ અને અધિકારીઓ દ્વારા ઓફિસમાં બેઠા બેઠા જ જંત્રી બનાવવામાં આવતી હોવાથી અનેક વિસંગતતા સર્જાય છે.. જેમ કે ઘણા સર્વે નંબરો જંત્રીમાં હોતા જ નથી. સ્લમ અને પછાત વિસ્તારોને ઊંચી કિંમત ધરાવતા પોસ્ટ વિસ્તારમાં દેખાડી ઊંચી જંત્રી આકારવામાં આવતી હોવાથી 30 40 કે 50 ટકા જેટલી જ મિલકતો વેચાતી હોય છે.અમુક કિસ્સામાં તો પ્રિન્ટિંગ ભૂલને કારણે રૂપિયા 4500 ના બદલે 45000 થઈ જાય છે. એક જ બ્લોક નંબર તથા સર્વે નંબરમાં આવેલી મિલકતોના ભાવમાં વિસંગતતા હોય છે. જેને લીધે પણ દસ્તાવેજ થતા નથી અને સરકારની રેવન્યુ આવક પણ અટકે છે સરકાર નગરપાલિકા વગેરે એ જે પ્લોટો વેચેલા છે તેના કોઈ સર્વે નંબર ન હોવાથી ખાલી પ્લોટ નંબર પર કોઈ જંત્રી નક્કી થતી નથી .જુનાગઢ શહેરમાં આવા ઘણા વિસ્તારો છે અને આવી મિલકતોના દસ્તાવેજો કરવા મુશ્કેલ બન્યા છે. સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રમાં અપીલો થયેલી છે. અને જેનો હજુ સુધી કોઈ નિકાલ થયો નથી આથી જુનાગઢ શહેરમાં આવા વિસ્તારો કે જ્યાં સર્વે નંબર નથી તેનો સર્વે થવો જોઈએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -