ડાયમંડ સિટી તરીકે ઓળખતા સુરત શહેરમાં વડાપ્રધાન મોદીજીની સોનાની મૂર્તિ બનાવવામાં આવી છે. જે 156 ગ્રામ સોનામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવવામાં આવી છે. સુરત શહેરની અંદર સોના અને ચાંદી તેમજ ડાયમંડની અલગ પ્રકારની કારીગરી જોવા મળતી હોય છે.ઉત્તરાયણ નિમિત્તે આ પ્રકારે જ્વેલર્સે આ કારીગરી બતાવી હતી ત્યારે પીએમ મોદીની સોનાની મૂરતીઓ પણ બનાવવામાં આવી છે. ત્યારે અગાઉ ચાંદીની ફીરકી અને પતંગ પણ બનાવવામાં આવ્યા હતા.

સોનાની મૂર્તિની અંદાજિત કિંમત 11 લાખ રૂપિયા છે. દેશભરમાં કંઈક નવું કરવા માટે પ્રખ્યાત ડાયમંડ સિટી સુરતે કંઈક એવું કર્યું છે જે આ વખતે કોઈએ વિચાર્યું પણ નહીં હોય.ડાયમંડ નગરી તરીકે ઓળખાતા શહેરમાં આ મૂર્તિ ગુજરાતમાં વિધાનસભાની 156 બેઠકોની જીત બાદ તેની ખુશીમાં મૂર્તિ બનાવવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની જે પ્રતિમા બનાવી છે તે અંગે સુરતની રાધિકા ચેઈન્સ નામની જ્વેલરી બ્રાન્ડ દ્વારા વડાપ્રધાનની સોનાની મૂર્તિ બનાવવામાં આવી છે. તેઓએ કહ્યું હતુ કે આ પ્રતિમા 18 કેરેટ સોનામાંથી બનાવી છે. આ મૂર્તિને વડાપ્રધાન જેવો આબેહુબ આકાર આપવામાં આવ્યો છે. જેમાં તેમનો ચહેરો, ચશ્મા વગેરે એવા જ દેખાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

7 મહિનામાં 15થી વધુ કારીગરોએ આ મૂર્તિ બનાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર એક કંપની દ્વારા મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિ બનાવવા માટે 15 થી વધુ કારીગરોએ મહેનત કરી છે. મૂર્તિ બનાવવામાં 7 મહિનાનો સમય લાગ્યો હતો. ગુજરાતમાં આ વખતે ભાજપને પ્રચંડ બહુમતીથી મોટી જીત મળી છે. ગુજરાતમાં પીએમ મોદી તત્કાલિન મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે અને ગુજરાતમાં તેઓ લોકોમાં ખૂબ પ્રચલિત અને લોકચાહના ધરાવે છે. જેથી તેમના માનમાં આ મૂર્તિ બનાવવામાં આવી છે તેવું કહ્યું હતું.

