24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

ભાભર ટાઉન અને ગ્રામ્ય વિસ્તારના મોતની મુસાફરી કરતા મુસાફરો, પોલીસના આશીર્વાદથી છ્ક્કડા-ટેમ્પો,જીપ ચાલક બન્યા બેફામ


બનાસકાંઠા જિલ્લાના ભાભર ટાઉન તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોની મુસાફરી ભાભર પોલીસની રહેમ નજર હેઠળ મોતની મુસાફરી કરતા મુસાફરો જોવા મળ્યા હતા સરહદી ગણાતા વિસ્તાર ભાભર ટાઉન વિસ્તારમાં ગામડાઓમાંથી ખરીદી કરવા આવતા જતાં લોકોનો ફાયદો ઉઠાવીને પ્રાઇવેટ વાહન ચાલકો ઘેટાં બકરાંના જેમ મુસાફરો ભરીને પસાર થતાં જોવા મળ્યા હતા પરંતુ ભાભર પોલીસની રહેમનજર હેઠળ પ્રાઇવેટ વાહન ચાલકો બેફામ બનતાં ટ્રાફિક કાયદો વ્યવસ્થા નિષ્ફળ બન્યા જોવા મળ્યા હતા.

 

જેમાં ભાભર ટાઉન વિસ્તારમાં પ્રાઇવેટ વાહનચાલકો શાળામાં અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓ પણ પાછળ લટકીને મુસાફરી કરતાં જોવા મળ્યા જેમાં લોડીંગ પાર્સીગ વાહનોમાં પણ આડેધડ મુસાફરો ભરવામાં આવી રહ્યા છે તો પણ ભાભર પોલીસ તંત્ર ચુપકીદી સેવી રહ્યા છે જેમાં આડેધડ વાહન પાર્કિંગના કારણે ભાભર વાવ રોડ તેમજ રાધનપુર રોડ ઉપર ઠેરઠેર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા જોકે ભાભર પોલીસ ધંધા અર્થે ગામડેથી બાઈક લઈને આવતાં લોકોને મેમો આપી રહ્યા છે જ્યારે અન્ય વાહનચાલકો સામે ચુપકીદી સેવી રહ્યા જોવા મળ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -