મોકડ્રિલ:- પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે દાંતીવાડા ડેમ સાઇટ પર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે કુદરતી આપત્તિ સમયે કેવા પ્રકારની સાવચેતી રાખવી તેનું બોટ અને લાઈફ જેકેટ જેવા સાધનોની મદદથી બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે દાંતીવાડા ડેમ સાઇટ પર પાલનપુર પ્રાંત અધિકારી સુશીલ પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલ મોકડ્રિલમાં NDRFની ટીમના જવાનોએ પાણીમાં ડૂબતા માણસોને કઈ રીતે બચાવવા તેનું નિદર્શન કર્યું હતું તેમજ પાણીમાં ડૂબી ગયેલા માણસની શોધખોળ કરી તેને સરળતાથી કિનારા પર પહોંચાડી પ્રાથમિક સારવાર આપવાની તમામ કામગીરીનું આબેહૂબ નિદર્શન કરવામાં આવ્યું હતું.
NDRF ના જવાનો દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિમાં કે પાણીમાં ડૂબતા માણસોની શોધખોળ સમયે કેવી સાવચેતી રાખવી, કેવા પ્રકારના પગલાં લેવાં અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી તેનું બોટ, બમ્બુ અને લાઈફ જેકેટ જેવા બચાવ સાધનોની મદદથી ગ્રામજનોને બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

