ડાકોરમાં બે સગી બહેનોને અંધારા માટે રાખી ભાઈએ મિલ્કતમાંથી હક કમી કરાવી નાખતા ફરિયાદ ડાકોરમાં આવેલી રહેણાંક મકાનની મિલકતમાંથી સગાભાઈ તેમજ કાકાના પુત્રએ બહેનોનો હક તેમની જાણ બહાર ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરીને ઉઠાવી લીધા બાદ આ મિલકત વેચી મારી હોવાનું કૌભાંડ ઉજાગર થયું છે.
આ મામલે ડાકોર પોલીસમાં સગી બહેને ભાઈ તેમજ કાકાના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરીને હક્ક કમી કરાવી લઈ નામ રદ કરાવ્યા ડાકોરમાં સીટી સર્વે નંબર 1138 ક્ષેત્રફળ 20.25 ચો મીટર વાળી મિલકત બાબરભાઈ પટેલ તેમજ ડાહ્યાભાઈ પટેલની સંયુક્ત માલિકીની મિલકત હતી. ડાહ્યાભાઈ પટેલ અવસાન બાદ તેમના વારસો રાજેન્દ્રભાઈ પટેલનું નામ આવ્યું હતું. જ્યારે બાબરભાઈના અવસાન બાદ તેમના વારસ તરીકે સુરેશ પટેલ, ઉષાબેન બાબરભાઈ પટેલ વગેરેના નામ દાખલ થયા હતા. જોકે સુરેશભાઈ બાબરભાઈ પટેલે પોતાની સગીબહેન ઉષાબેન તેમજ અન્ય બેનોના નામ ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરીને હક્ક કમી કરાવી લઈ નામ રદ કરાવ્યા હતા. હવે માત્ર રાજેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલનું આ મિલકતમાં નામ ચાલુ રાખ્યું હતું. જેથી આ મિલકત રાજેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલે ડાકોરમાં રહેતા અન્ય વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજ કરી આપી હતી.
ડાકોર પોલીસે કાર્યવાહી હાથ ધરી આ બાબતની જાણ ઉષાબેન બાબરભાઈ પટેલને થઈ હતી. જેથી તેમણે સીટી સર્વે કચેરીમાં જઈને તમામ રેકોર્ડ તપાસ હાથ ધરતા આ રેકોર્ડમાં હક કમીનો લેખ પણ હતું જેમાં ઉષાબેન તેમજ તેની અન્ય બહેનોની સહી હતી ઉષાબેન તેમજ તેમની અન્ય બહેનોએ કોઈ જાતનો હક્ક કમી કર્યું ન હોવા છતાં તેમની સહી ક્યાંથી આવી તે સવાલ મહત્વનું બનતા સાક્ષીમાં સહી કરનાર વ્યક્તિઓને મળ્યા હતા ત્યારે ભાંડો ફૂટ્યો હતો કે, સુરેશભાઈ તેમજ રાજેન્દ્રભાઈએ અન્ય વ્યક્તિઓનો ઊભા રાખીને હક કમી કરાવી લીધો છે. આ બાબતે ઉષાબેને તેમના ભાઈને મળીને વાત કરતા તેમણે કોઈ જાતનો સંતોષકારક જવાબ ન આપતા આખરે ઉષાબેન પટેલે ડાકોર પોલીસમાં રાજેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ તેમજ સુરેશભાઈ બાબરભાઈ પટેલ સામે ફરિયાદ આપતા પોલીસે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને સાચા તરીકે ઉપયોગ કરનાર આ બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

