પાટણ સાહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા 5 દિવસ થી કાતિલ ઠંડી એ પડાવ નાખ્યો છે. ઉત્તર – પૂર્વ ના ઠંડા પવન ના કારણે ઠંડી વધી હતી.જેના કારણે ઠંડી રક્ષણ મેળવવા લોકો તાપણા નો સહારો લેતા હોય છે . ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઇવેની કામગીરી કરતા પ્લાન્ટ પર બે ઇસમો તાપણું કરતા સમયે ગંભીર રીતે દાઝ્યા હતા.
તાપણું કરતાં સમયે બંનેએ આગમાં કોઈ પદાર્થ નાખવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બન્ને ઈસમો આગની લપેટમાં આવ્યા હતા અને દાઝ્યા હતા. બંનેને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યાર બાદ એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે રિફર કરાયા હતાં.

