35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

ભારતે વનડેમાં નોંધાવી ઐતિહાસિક જીત


સિરાજના તોફાન સામે શ્રીલંકા 73 રનમાં સમેટાઈ ગયું, ભારતે વનડેમાં નોંધાવી ઐતિહાસિક જીત

ભારતે ત્રીજી ODIમાં શ્રીલંકાને 317 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણી 3-0થી કબજે કરી હતી. શ્રીલંકાને મેચમાં જીતવા માટે 391 રનનો લક્ષ્યાંક હતો, પરંતુ તેની આખી ટીમ 22 ઓવર સાથે 73 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. થયું એવું કે, શ્રીલંકાનો છેલ્લો ખેલાડી ઈજાના કારણે બેટિંગ કરવા આવ્યો ન હતો.

આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું છે. ટીમ ઈન્ડિયા વનડે ઈતિહાસમાં રનના મામલે સૌથી મોટી જીત મેળવનારી ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે હતો જેણે વર્ષ 2008માં આયર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું. એટલે કે પ્રથમ વખત કોઈ ટીમ ODIમાં 300 પ્લસ રનથી જીતી.

શ્રીલંકાની ઈનિંગ્સ શરૂઆતથી જ ખતરામાં હતી. તેણે પ્રથમ દસ ઓવરમાં જ તેની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પાંચ વિકેટોમાંથી ચાર વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી. પાવર પ્લે પછી પણ શ્રીલંકન ટીમની વિકેટ સતત પડતી રહી અને તેણે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -