35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાત્રો થીજવતી ઠંડી પડશે, 5 શહેરોમાં 10 ડીગ્રીથી નીચે તાપમાન


ગુજરાતમાં ઠંડી પડી રહી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હાડકાં ભરી દેનારી ઠંડીનો અનુભવ થશે. જાણો ક્યાં ક્યાં છે કોલ્ડ વેવની શક્યતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમાપ્ત થયા બાદ રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન 9 ડિગ્રીની આસપાસ રહેશે. રાજ્યમાં પાંચ દિવસ સુધી રાત્રિના તાપમાનમાં ઘટાડો થશે.

ગુજરાતમાં ઠંડીનો પારો વધી રહ્યો છે. ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી હતી. આજે પણ વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ વધુ તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ગાત્રો થીજવતી શક્યતા વધુ વ્યક્ત કરાઈ રહી છે. કચ્છમાં ઠંડીનું મોજુ ફરી વળવાની શક્યતા છે. 5 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ઠંડા પવનને કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો છે.

ગુજરાતનો આ વિસ્તાર સૌથી ઠંડો 

કચ્છ જિલ્લામાં નલિયામાં પારો ચાર ડિગ્રી નોંધાયો હતો. ગાંધીનગરમાં પારો નીચે આવ્યો હતો ભુજ અને ડીસામાં પારો 9 ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી કડકડતી ઠંડી રહેશે.

દેશના અન્ય રાજ્યોનું હવામાન

દેશની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 15 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન મધ્ય પ્રદેશના ઉત્તર ભાગમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -