Old Pension Scheme: લોકોને પેન્શન માટે ઘણી આશા છે. આ વચ્ચે દિલ્હી હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચે કેન્દ્ર સરકારને અર્ધલશ્કરી દળોના તમામ કર્મચારીઓ, આર્મી, નેવી અને એરફોર્સના કર્મચારીઓને જૂની પેન્શન યોજના (Old Pension Scheme) નો લાભ આપવાનો આદેશ આપ્યો છે. આ આદેશ જસ્ટિસ જસ્ટિસ સુરેશ કાંત અને જસ્ટિસ નીના કૃષ્ણ બંસલની બેન્ચ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો એક ભાગ છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) કેન્દ્ર સરકારના સશસ્ત્ર દળોનો ભાગ છે અને તેમને તેમના જેવા જ લાભો મળવા જોઈએ. .
પેન્શન યોજના
ઓપીએસના લાભ સીસીએસ પેન્શન નિયમો, 1972 મુજબ સીએપીએપ (CAPF) કર્મચારીઓ પર લાગૂ થશે. દિલ્હી હાઈકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે બંધારણની કલમ 246 ભારતીય સંઘના સશસ્ત્ર દળોની પરિકલ્પના કરવામાં આવે છે, જેમા “નૌકાદળ, સૈન્ય અને હવાઈ દળ, સંઘના અન્ય કોઈપણ સશસ્ત્ર દળો” અને તેથી CAPF કર્મચારીઓ સમાન OPS લાભો માટે હકદાર છે. તેની સાથે જ કોર્ટે કેન્દ્રને 8 અઠવાડિયામાં જરૂરી આદેશ જારી કરવાનો આદેશ પણ આપ્યો છે.
પેન્શન
હકીકતમાં, દિલ્હી હાઈકોર્ટ CRPF, BSF, CISF અને ITBP કર્મચારીઓને OPS લાભો નકારતા આદેશોને રદ કરવાની માંગ કરતી 82 અરજીઓની બેચની સુનાવણી કરી રહી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે 22 ડિસેમ્બર 2003ના રોજ ગૃહ મંત્રાલયે 1 જાન્યુઆરી 2004થી નવી પેન્શન યોજનાના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.
પેન્શન સ્કીમ
તેમણે જણાવ્યું હતું કે ઓપીએસનો લાભ એવા અર્ધલશ્કરી કર્મચારીઓને આપવામાં આવ્યો હતો જેમની ભરતી પ્રક્રિયા 31 ડિસેમ્બર, 2003 સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ તેઓ 1 જાન્યુઆરી પછી દળમાં સામેલ થયા હતા. કોર્ટે નોંધ્યું હતું કે નવી યોગદાન પેન્શન યોજના (NPS) માટેની 2003ની સૂચનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘1 જાન્યુઆરી, 2004થી અસરથી, કેન્દ્ર સરકારની સેવામાં તમામ નવી ભરતી માટે સિસ્ટમ ફરજિયાત હશે (સશસ્ત્ર દળો સિવાય પ્રથમ તબક્કો)

