31 C
Ahmedabad
Monday, March 2, 2026

બનાસકાંઠાના વાવ તાલુકામાં સશકત કિશોરી સુપોષિત મેળાનું આયોજન કરવામાં આવ્યું


વાવ તાલુકામાં કિશોરી કુશળ બનો -સશક્ત બનો સુપોષિત કિશોરી અભિયાન મેળાની ઉજવણીમાં કરવામાં આવી હતી.જેમાં કિશોરીઓને જુદા જુદા વિભાગો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમા પોષણ અને આરોગ્યનુ મહત્વ, શિક્ષણનું મહત્વ, બેટી-બચાવો બેટી-પઢાવોનો હેતુ, કાનુની સહાય  જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા.

  • આંગણવાડી સેવાઓનો લાભ લેવા તથા પૂર્ણા શકિતમાંથી વિવિધ વાનગીઓ બનાવી ઉપયોગ કરવા જણાવ્યું હતું.. આરોગ્ય હેલ્થ ઓફિસરશ્રી એ કિશોરીઓને નિયમિત લોહતત્વની ગોળી લેવા સમજ આપી તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ અને કિશોરીઓએ કુપોષણ નિવારવા પ્રતિજ્ઞા લીધી. તેમજ 3 કિશોરીઓને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવી તેમજ 6 કિશોરીઓ HB અને BMI ની ચકાસણી માં HB અને BMI નું પ્રમાણ સારું હોય તે કિશોરીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કિશોરીઓ દ્રારા પૂર્ણા પ્રરીમિક્ષ માંથી પોષણસભર વાનગીના સ્ટોલ બનાવી માહીતી રજૂ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન બી.કે.મહીડા સી.ડી.પી.ઓશ્રી વાવ અને કાર્યક્રમનું એલાઉન્સ એ.જી.પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં બનાસકાંઠા ના ICDS પ્રોગ્રામઓફિસર ઉષાબેન ગજ્જર તેમજ બાળ યોજના અધિકારી, મામલતદારશ્રી વાવ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, પૂર્ણા કનસ્લ્ટ વગેરે અધિકારીઓની અધ્યક્ષતામાં સશક્ત કિશોરી સુપોષિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત પોસ્ટ બેન્ક મેનેજર, સમાજ સુરક્ષા અધિકારી, એડવોકેટ કાનૂની સેવા સત્તા મંડળ, 181, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી વગેરે વિવિધ વિભાગોના અધિકારી તેમજ કર્મચારી દ્વારા સ્ટોલ તેમજ ઉદ્દબોધન કરી વિવિધ યોજનાકીય માહિતી આપી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -